NASA Report: શું અવકાશમાં એલિયન્સ રહે છે? નાસાએ UFO પર જાહેર કરેલા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
NASA UFOs Report: અમેરિકાની સ્પેસ એજન્સી NASA એ ગુરુવારે (14 સપ્ટેમ્બર) UFOs પર આધારિત તેનો રિપોર્ટ જાહેર કર્યો છે. લગભગ એક વર્ષ સુધી યુએફઓ (અન-આઈડેન્ટિફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ)નો અભ્યાસ કર્યા બાદ નાસા દ્વારા આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાસાના આ 33 પાનાના રિપોર્ટમાં UFO ને આપણા ગ્રહના સૌથી મોટા રહસ્યોમાંથી એક તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ રિપોર્ટ જાહેર કરતાં અમેરિકન સ્પેસ એજન્સીના મેનેજર બિલ નેલ્સને કહ્યું કે તેઓ માને છે કે પૃથ્વી સિવાય બ્રહ્માંડમાં જીવન (એલિયન્સ) છે.
અવકાશ એજન્સીએ કહ્યું કે યુએફઓ અથવા અજાણી ઉડતી વસ્તુઓના અભ્યાસ માટે નવી વૈજ્ઞાનિક તકનીકોની જરૂર પડશે, જેમાં અદ્યતન ઉપગ્રહો તેમજ યુએફઓનું અવલોકન કરવાની રીતમાં ફેરફારનો સમાવેશ થશે. રસપ્રદ વાત એ છે કે, આ રિપોર્ટ મેક્સિકન સંસદમાં 1,000 વર્ષ જૂના મનાતા એલિયન્સના કથિત મમીફાઇડ મૃતદેહો બતાવવામાં આવ્યાના થોડા દિવસો બાદ જ આવ્યો છે.
નાસાએ જણાવ્યું હતું કે હાલના અજ્ઞાત એરિયલ ફેનોમેના (યુએપી) અહેવાલોમાં બહારની દુનિયાનો સ્ત્રોત છે તેવું તારણ કાઢવાનું કોઈ કારણ નથી. UAP ને સામાન્ય રીતે UFOs કહેવામાં આવે છે. અહેવાલમાં જણાવાયું છે કે આગામી અથવા હાલના નાસા મિશન ગ્રહોના વાતાવરણમાં, ગ્રહોની સપાટી પર અથવા પૃથ્વીની નજીકના અવકાશમાં એલિયન ટેક્નોલોજીને શોધવાનો પ્રયાસ કરશે.
નાસાએ એમ પણ કહ્યું કે તે UAPમાં સંશોધનના નવા નિર્દેશકની નિમણૂક કરી રહ્યું છે. કારણ કે એક એક્સપર્ટ પેનલે સ્પેસ એજન્સીને વિનંતી કરી છે કે તેઓ તેમના વિશે માહિતી એકત્ર કરવાના પ્રયાસો વધારવા. નાસાએ જણાવ્યું હતું કે UFO ના ઉચ્ચ-ગુણવત્તાવાળા અવલોકનો એટલા ઓછા છે કે કોઈ વૈજ્ઞાનિક નિષ્કર્ષ કાઢી શકાય નહીં.
સ્પેસ એજન્સીએ કહ્યું કે હાલમાં અમારી પાસે UAP વિશે ચોક્કસ, વૈજ્ઞાનિક તારણો કાઢવા માટે જરૂરી ડેટા નથી. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે AI અને ML, નાસાની વ્યાપક કુશળતા સાથે મળીને, UAPsની પ્રકૃતિ અને મૂળની તપાસ કરવા માટે ઉપયોગ કરવો જોઈએ.