Pakistan : પાકિસ્તાનને કોને ભિખારી બનાવ્યું? 22 વર્ષમાં અધધ 1500 % વધ્યું દેવું
Pakistan's Economic Crisis: પાકિસ્તાનની ખરાબ અને ખરાબ થતી આર્થિક સ્થિતિ આખી દુનિયામાં ચર્ચામાં છે. આ દેશમાં 2000 પછી આવેલી સરકારોએ આ સંકટને વધારવામાં કોઈ કસર છોડી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતથી અલગ થયા બાદ 1947માં બનેલું પાકિસ્તાન આજે નાદારીની આરે છે. આ દેશની આ ખરાબ સ્થિતિ માટે ઘણી હદ સુધી અહીંની સરકારો પણ જવાબદાર રહી છે. પરિણામે છેલ્લા 22 વર્ષમાં અહીંનું કુલ જાહેર દેવું 1500 ટકાને વટાવી ગયું છે.
પાકિસ્તાન દેવાના બોજ નીચે દબાઈ રહ્યું છે. તેના પર લોન પર વ્યાજ ચૂકવવાનો ખર્ચ 4.8 ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચી ગયો છે. જે દેશના ફેડરલ બજેટના 50 ટકા છે.
75 વર્ષમાં પાકિસ્તાન દેવાની જાળમાં એવી રીતે ફસાઈ ગયું કે બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. 2000 સુધીમાં કુલ જાહેર દેવું 3.1 ટ્રિલિયન રૂપિયા હતું.
2008માં લશ્કરી સરમુખત્યાર પરવેઝ મુશર્રફના શાસનના અંત સુધીમાં તે વધીને 6.1 ટ્રિલિયન રૂપિયા થઈ ગયું હતું. માત્ર 8 વર્ષમાં લોનમાં 100%નો વધારો થયો છે.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના શાસનમાં જૂન 2013માં પાકિસ્તાનનું દેવું વધીને 14.3 ટ્રિલિયન થઈ ગયું હતું. આ દરમિયાન યુસુફ રઝા ગિલાની પ્રથમ 4 વર્ષ અને રઝા પરવેઝ અશરફ 1 વર્ષ સુધી પીએમ હતા. 5 વર્ષમાં લોનમાં 130% વધારો નોંધાયો હતો.
નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ સરકારમાં 2013 થી 2018 સુધીમાં દેવાનો બોજ વધીને 76 ટકા થયો હતો.
51 વર્ષ પહેલા 1971માં આ દેશ પર 546 મિલિયન ડોલરનું વિદેશી દેવું હતું, પરંતુ વર્તમાન પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફની સરકારમાં તે વધીને 30 બિલિયન ડોલર થઈ ગયું છે.