આટલા વર્ષોમાં યુરોપના આ આઠ દેશોમાં વધી જશે મુસ્લિમોની વસ્તી, રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો

તાજેતરના વર્ષોમાં યુરોપમાં મુસ્લિમ ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હવે યુરોપમાં મુસ્લિમોની વસ્તી અંગે ચર્ચા તેજ થઈ ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પ્યુ રિસર્ચ સેન્ટરે 2050 સુધીમાં મુસ્લિમ વસ્તીના સંભવિત કદનો અંદાજ લગાવ્યો છે. રિપોર્ટ અનુસાર, યુરોપના 8 દેશોમાં મુસ્લિમોની વસ્તી ખતરનાક રીતે વધવાની છે.

2050 સુધીમાં યુરોપની મુસ્લિમ વસ્તી 14 ટકા સુધી પહોંચી શકે છે. જર્મની અને સ્વીડન જેવા દેશોમાં આ વધારો વધુ હશે, જેમણે મોટી સંખ્યામાં શરણાર્થીઓને સ્વીકાર્યા છે.
જર્મનીમાં મુસ્લિમ વસ્તી 2050 સુધીમાં 20 ટકા વધી શકે છે. સ્વીડનમાં મુસ્લિમ વસ્તી 2050 સુધીમાં વધીને 31 ટકા થઈ શકે છે.
વર્ષ 2050 સુધીમાં ઇટાલીમાં મુસ્લિમોની વસ્તી 14 ટકા વધી શકે છે, જે 82 લાખને પાર કરશે. વર્ષ 2050 સુધીમાં યુનાઇટેડ કિંગડમમાં મુસ્લિમોની વસ્તી 17.2 ટકા વધી શકે છે, જે 1 કરોડ 34 લાખને પાર કરશે.
ફ્રાન્સની મુસ્લિમ વસ્તી 2050 સુધીમાં 18 ટકા વધવાની ધારણા છે, જ્યાં આ સંખ્યા 13.2 મિલિયનને વટાવી જશે.
સ્પેનમાં મુસ્લિમ વસ્તી વર્ષ 2050 સુધીમાં વધીને 7.2 ટકા થશે. આ આંકડો 28 લાખને પાર કરશે. બેલ્જિયમમાં મુસ્લિમોની વસ્તી 2050 સુધીમાં વધીને 18.2 ટકા થશે. આ આંકડો 25 લાખને પાર કરશે.
ઑસ્ટ્રિયામાં મુસ્લિમ વસ્તી 2050 સુધીમાં વધીને 19.9 ટકા થશે. તેનો આંકડો 21 લાખને પાર કરશે.નોર્વેમાં મુસ્લિમ વસ્તી 2050 સુધીમાં 17 ટકા સુધી પહોંચી જશે. આગામી 25 વર્ષમાં તેની સંખ્યા 13 લાખ 20 હજાર સુધી પહોંચવાનો અંદાજ છે.
ડેન્માર્કની વાત કરીએ તો વર્ષ 2050 સુધીમાં મુસ્લિમોની વસ્તી 16 ટકા વધશે. વર્ષ 2050 સુધીમાં સ્વિટ્ઝર્લૅન્ડમાં મુસ્લિમોની વસ્તી વધીને 12.9 ટકા થશે અને આ સંખ્યા 1.5 મિલિયન સુધી પહોંચી જશે.