Photos: રશિયામાં લોકો હવે iPhone છોડીને આ ઘરેલુ ફોનને લાગ્યા ખરીદવા, જાણો કયો છે ફોન, શું છે કિંમત ને ફિચર્સ.........
નવી દિલ્હીઃ રશિયા અને યૂક્રેન વચ્ચે યુધ્ધ વધતુ જ જાય છે. આ કડીમાં અમેરિકા અને યુરોપીય દેશોએ રશિયા ઉપર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા છે. ત્યારે રશિયાએ પોતાના નાગરિકોને ઘરેલુ સ્માર્ટફોન AYYA T1 પર સ્વિચ થવાનો આગ્રહ કર્યો છે, કેમ કે Apple એ યૂક્રેનમાં મૉસ્કોના સૈન્ય ઓપરેશનના જવાબમાં દેશમાં તમામ પ્રૉડક્ટ સેલને રોકવાના ફેંસલાની જાહેરાત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppiPhoneનો ઉપયોગ કરવાથી ઇનકાર કરતા રશિયન રાજ્ય ડ્યૂમાના પ્રતિનિધિ મારિયા બુટીના અને ડેનિસ મેડાનોવ હવે પોતાના સાથી સાંસદો પાસેથી સ્થાનિક કંપની Smartecosystem દ્વારા બનાવવામાં આવેલા AYYA T1 સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનો આગ્રહ કરી રહ્યાં છે, જે રસ્ટેક રાજ્ય નિગમનો ભાગ, સ્કેલ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટની સહાયક કંપની છે.
આની સ્ક્રીનની વાત કરીએ તો આમાં 6.5 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લેમાં પંચ હૉલ કેમેરા આપવામાં આવ્યો છે. આની ડિસ્પ્લેની રિફ્રેશ રેટ 6 હર્ટ્ઝની છે. AYYA T1 ફોનમાં ફોટોગ્રાફી માટે ડ્યૂલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. આમાં એક કેમેરો 12 મેગાપિક્સલનો અને બીજો કેમેરો 5 મેગાપિક્સલનો છે.
રશિયન કંપનીના આ સ્માર્ટફોન Ayya T1માં મીડિયાટેક હીલિયો પી70 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. ફોનમાં 4જીબી રેમની સાથે 64 જીબીની ઇન્ટરનલ મેમેરી આપવામાં આવી છે.
ફોનમાં પાવર બેકઅપ માટે આમાં 4000 mAhની બેટરી આપવામાં આવી છે. રિપોટ્સ અનુસાર, આની કિંમત 15 થી 19 હજાર રૂબલ છે.
આ ફોન ગૂગલની એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આમાં Aurora OS પર કામ કરનારા સ્માર્ટફોન પણ ઉપલબ્ધ છે. ફોન બ્લેક અને ગ્રીન કલરમાં આવે છે.