શ્રીલંકામાં રાજમા-ચોખા 500 રૂપિયા પ્રતિ કિલો મોંઘા, બટેટા-ડુંગળી 220, રેટ લિસ્ટ જોઈને ચક્કર આવી જશે
શ્રીલંકાના રાજકીય સંકટનું સૌથી મોટું કારણ ત્યાંની સરકારની આર્થિક નીતિઓ છે. સરકારના ખોટા આર્થિક નિર્ણયોની અસર એ થઈ કે દેશમાં ખાદ્યપદાર્થો અને રાશનની સામાન્ય ચીજવસ્તુઓ આડેધડ મોંઘવારીની ઝપેટમાં આવી ગઈ. લોકો માટે ખાવા-પીવું મુશ્કેલ બન્યું, પરિણામે સરકાર સામે વિરોધ વધ્યો અને હવે અસ્થિરતાનું વાતાવરણ છે. અહીં ઉપલબ્ધ ચોખા, નારિયેળ તેલ અને રાજમા જેવી ઘણી વસ્તુઓની કિંમત જાણીને તમે દંગ રહી જશો...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાશનની અછતને કારણે શ્રીલંકાની 20 મિલિયન વસ્તી રસ્તા પર આવી ગઈ છે. ચોખાના નિકાસકાર શ્રીલંકા હાલમાં તેની આયાત કરે છે અને તેની કિંમત રૂ. 450 થી રૂ. 700 સુધીની છે.
બટાટા-ડુંગળી જેવા સામાન્ય શાકભાજીના ભાવ 220 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે, તો લસણ પણ માત્ર 250 ગ્રામ 170 રૂપિયામાં મળી રહ્યું છે.
નારિયેળ અને નારિયેળ તેલના સૌથી મોટા ઉત્પાદક શ્રીલંકામાં આ દિવસોમાં નાળિયેરની કિંમત 85 થી 100 રૂપિયા પ્રતિ નંગ સુધી પહોંચી ગઈ છે. જ્યારે નારિયેળ તેલ 600 થી 1000 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે.
શ્રીલંકામાં અનાજના ભાવમાં આગ લાગી છે. અહીં રાજમા 925 રૂપિયા પ્રતિ કિલો, પોપકોર્ન 760 રૂપિયા પ્રતિ કિલો અને દાળ 500 થી 600 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે.
કાબુલી ચણા પણ મોંઘા થયા છે. તેની કિંમત 800 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. બીજી તરફ, લીલા વટાણા 355 રૂપિયા, લીલા મગ 850 રૂપિયા, લાલ રાજમા 700 અને કાળા ચણા 630 રૂપિયા પ્રતિ કિલો સુધી મળી રહ્યા છે.
કટોકટીની સ્થિતિમાં વટાણા અને ચણા જેવા કઠોળના ભાવ વધી ગયા છે. વટાણાની દાળ 500 રૂપિયા પ્રતિ કિલો મળી રહી છે, તો ચણાની દાળનો ભાવ પણ પ્રતિ કિલો 500થી વધુ છે.
મગની દાળ હવે શ્રીલંકામાં સામાન્ય માણસના રસોડામાંથી બહાર નીકળી ગઈ છે. અહીં તે 1,240 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. બીજી તરફ તુવેર દાળ 890 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે.મગફળીના દાણા 760 રૂપિયા અને અડદની દાળ 850 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે.
આ રાશનની કિંમતો શ્રીલંકાના જથ્થાબંધ બજાર કિંમત પર આધારિત છે. જ્યારે છૂટક દુકાનમાં તેમની કિંમત 10 થી 20% વધુ છે.