Abu Dhabi Temple: રાજસ્થાનમાં પથ્થરો પર કરાઇ કોતરણી, પ્રિન્સે દાનમાં આપી હતી જમીન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે બુધવારે (14 ફેબ્રુઆરી) સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ મંદિર કાશી વિશ્વનાથ કોરિડોર કરતા ઘણું મોટું છે. મંદિરને ભવ્ય બનાવવા માટે રાજસ્થાનમાં પથ્થરની કોતરણી કરવામાં આવી છે અને યુએઇના રાજકુમારે મંદિર માટે જમીન દાનમાં આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅબુ ધાબી મંદિરમાં 7 શિખરો છે, જેના પર વિવિધ દેવી-દેવતાઓ સાથે સંબંધિત વાર્તાઓ અને પ્રતીકો દર્શાવવામાં આવ્યા છે. વાસ્તવમાં UAE 7 અમીરાત એટલે કે 7 રજવાડાઓનું બનેલું છે. ભારત અને UAEની સંસ્કૃતિનો સંગમ દર્શાવવા માટે મંદિરમાં 7 શિખરો બનાવવામાં આવ્યા છે.
UAEમાં મંદિર બનાવવાનો પહેલો પ્રયાસ વર્ષ 1997માં કરવામાં આવ્યો હતો જ્યારે સ્વામિનારાયણ સંસ્થાના વડાએ UAEની મુલાકાત લીધી હતી. આ પ્રયાસને ફળીભૂત કરવામાં નરેન્દ્ર મોદીની મોટી ભૂમિકા છે.
16 ઓગસ્ટ, 2015ના રોજ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે પ્રથમ વખત UAEની મુલાકાત લીધી હતી. પીએમ મોદી પહેલા ઈન્દિરા ગાંધીએ 1981માં UAEની મુલાકાત લીધી હતી. એટલે કે 34 વર્ષ સુધી કોઈ પણ ભારતીય PMએ UAEની મુલાકાત લીધી ન હતી. નરેન્દ્ર મોદીની યુએઈની આ રેકોર્ડ સાતમી મુલાકાત છે.
2021-22ના આંકડા દર્શાવે છે કે UAE ચીન અને અમેરિકા પછી ભારતનું ત્રીજું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. 2022માં UAEમાં રહેતા ભારતીયોએ 20 બિલિયન ડોલર કમાયા હતા અને તેને ભારત મોકલ્યા હતા. UAEએ 2019માં PM મોદીને તેના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ ઝાયેદ'થી સન્માનિત કર્યા છે, જ્યારે મોદીએ પ્રોટોકોલ તોડીને 2017ના પ્રજાસત્તાક દિવસની પરેડમાં મોહમ્મદ બિન ઝાયદ અલ-નાહયાનને મુખ્ય અતિથિ બનાવ્યા હતા.