US And China: અડધી રાત્રે અમેરિકાના આકાશમાંથી થયો આગનો વરસાદ, ચીને આ તો કેવી ચાલ રમી ?
અમેરિકાના આકાશમાં અચાનક આગ ભડકી ઉઠી હતી, એવું લાગ્યું જાણે મિસાઈલ આવી રહી છે
(તસવીર- એબીપી લાઇવ)
1/7
US Chinese Satellite: અચાનક મધ્યરાત્રિએ અમેરિકાના આકાશમાં આગનો વરસાદ શરૂ થયો. આવું દ્રશ્ય જોઈને હાજર તમામ લોકો ચોંકી ગયા હતા. જો કે, જ્યારે તેનું સત્ય સામે આવ્યું તો બધાને આશ્ચર્ય થયું. અમેરિકાના આકાશમાં અચાનક આગ ભડકી ઉઠી હતી, એવું લાગ્યું જાણે મિસાઈલ આવી રહી છે. કોઈએ કહ્યું કે ઉલ્કા વર્ષા છે. જોકે જ્યારે સત્ય સામે આવ્યું ત્યારે ચીનનો એંગલ સામે આવ્યો છે.
2/7
સુપરવ્યુ-1 02 સેટેલાઇટની ઝડપને કારણે વાતાવરણમાં ઘર્ષણ સર્જાયું હતું અને આગ ફાટી નીકળી હતી. આ પછી તે મિસિસિપી, અરકાનસાસ અને મિઝોરી તરફ આગળ વધ્યું હતુ.
3/7
ચીનના ઉપગ્રહની ઝડપ 2700 KM કરતા વધુ હતી. તેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં આકાશમાં આગનો ગોળો જોવા મળી રહ્યો છે.
4/7
હાર્વર્ડ-સ્મિથસોનિયન સેન્ટર ફૉર એસ્ટ્રૉફિઝિક્સના ખગોળશાસ્ત્રી જોનાથન મેકડૉવેલે જણાવ્યું હતું કે સુપરવ્યુ-1 02 ઉપગ્રહ (ગાઓજિંગ 1-02 કોમર્શિયલ ઇમેજિંગ સેટેલાઇટ) રાત્રે ન્યૂ ઓર્લિયન્સ પર તૂટી પડ્યો હતો.
5/7
લ્યૂઇસિયાના, અલાબામા, મિસિસિપી, અરકાનસાસ અને મિઝોરીના લોકોએ આ ઘટના જોઈ અને આઘાત પામ્યા. અમેરિકન મીટિઅર સોસાયટીએ તેને 120 થી વધુ વખત જોયો છે.
6/7
ઘણા લોકોએ તેને પોતાના કેમેરામાં કેદ પણ કરી લીધો. એક યૂઝરે લખ્યું, મેં હમણાં જ અલાબામામાં એક ઉલ્કા પૃથ્વી પર પડતી જોઈ છે. તે ખૂબ મોટી હતી.
7/7
લાઈવ સાયન્સના રિપોર્ટ અનુસાર સુપરવ્યુ-1 02 સેટેલાઇટ 27,400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી રહ્યો હતો. 21 ડિસેમ્બરના રોજ રાત્રે 11.08 વાગ્યે, તે અચાનક નીચે ઊતર્યું અને ન્યૂ ઓર્લિયન્સ પર અમારા વાતાવરણમાં પ્રવેશ્યું હતુ.
Published at : 24 Dec 2024 02:42 PM (IST)