Drina Rive photo: બોસ્નિયાની ડ્રિના નદી પર કચરાનો ઢગ, જુઓ ફોટા
હકીકતમાં આ શહેરના લોકો અને અહીં આવતા પ્રવાસીઓ બધો કચરો આ નદીમાં ફેંકી રહ્યા છે. જેના કારણે આ નદી પર કચરાના ઢગલા સતત વધી રહ્યા છે. શિયાળા અને વરસાદની ઋતુમાં કચરાનું પ્રમાણ વધુ જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કચરો આખી નદીમાં ફેલાતો અટકાવવા માટે અવરોધ બનાવવામાં આવ્યો છે. આ અવરોધની અંદર, પ્લાસ્ટિકની બોટલો, કાટવાળું બેરલ, કેન, ઘરગથ્થુ ઈલેક્ટ્રોનિક સાધનો, લાકડા અને ઘણો કચરો છે, જે નદીને પ્રદૂષિત કરી રહી છે. આ અવરોધ બોસ્નિયન હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટની ટીમ દ્વારા બનાવવામાં આવ્યો હતો.
અવરોધ બનાવવાનું કારણ એ હતું કે હજારો ટનનો આ કચરો નદીના વહેણની સાથે નીચાણવાળા વિસ્તારોમાં ન જવો જોઈએ.
શિયાળા અને વરસાદની મોસમમાં બોસ્નિયા, સર્બિયા અને મોન્ટેનેગ્રોમાં વહેતી આ નદી ખતરાના નિશાનથી ઉપર વહેવા લાગે છે. જેના કારણે ઘણી વખત પૂર આવે છે.
પર્યાવરણીય જૂથ ઈકો સેન્ટર વાઈસગ્રાડના દેજાન ફર્ટુલાએ જણાવ્યું હતું કે ડ્રિના નદી 346 કિલોમીટર લાંબી છે. તેના ઘણા વહેણ પણ છે. આ સિઝનને નદી માટે કચરાની મોસમ કહેવામાં આવે છે.
જ્યારે નદીમાં કચરો ન હોય તો બોસ્નિયા અને સર્બિયાની સરહદે આવેલી નદીમાં રાફ્ટિંગ પણ થાય છે. એક અંદાજ મુજબ આ સમયે નદીમાં જે કચરાના ઢગલા દેખાય છે તે 10 હજાર ઘનમીટર છે.
તાજેતરના વર્ષોમાં પણ, અમે નદીમાંથી લગભગ સમાન પ્રમાણમાં કચરો સાફ કર્યો હતો. હવે તેને સાફ કરવામાં આવશે પરંતુ તે પહેલા હવામાન સાફ થઈ જશે
દેજાન કહે છે કે આ કચરાને સાફ કરવામાં ઓછામાં ઓછા છ મહિનાનો સમય લાગશે. વાઇસગ્રાડની નગરપાલિકા પાસે આ કચરો સંગ્રહ કરવા માટે પૂરતી જગ્યા નથી.