Texas Flood: અમેરિકાના ટેક્સાસમાં પૂરનો પ્રકોપ, 109 લોકોના મોત, 160 ગુમ
Texas Flood: એક વિનાશક પૂરે ટેક્સાસને હચમચાવી નાખ્યું છે. આ સમય દરમિયાન કેર કાઉન્ટીમાં સૌથી વધુ વિનાશ થયો છે. અત્યાર સુધીમાં 109 લોકો મૃત્યુ પામ્યા છે અને 160થી વધુ લોકો ગુમ છે.
પ્રતિકાત્મક તસવીર
1/9
Texas Flood: એક વિનાશક પૂરે ટેક્સાસને હચમચાવી નાખ્યું છે. આ સમય દરમિયાન કેર કાઉન્ટીમાં સૌથી વધુ વિનાશ થયો છે. અત્યાર સુધીમાં 109 લોકો મૃત્યુ પામ્યા છે અને 160થી વધુ લોકો ગુમ છે. ટેક્સાસમાં પૂર માત્ર કુદરતી આફત નથી પરંતુ તે વહીવટી તૈયારી, આબોહવા અનુકૂલન અને માણસોની પણ પરીક્ષા છે.
2/9
4 જુલાઈની રાત્રે અચાનક આવેલા પૂરને કારણે અમેરિકાના ટેક્સાસના કેર કાઉન્ટીમાં ભારે વિનાશનું દ્રશ્ય જોવા મળ્યું. પૂરને કારણે અત્યાર સુધીમાં 109 લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં 27 બાળકો અને કાઉન્સેલરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 160 લોકો ગુમ છે. ગુમ થયેલા લોકોની સંખ્યા વધુ વધી શકે છે, કારણ કે વર્તમાન આંકડા મિત્રો અને સંબંધીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પર આધારિત છે.
3/9
ટેક્સાસમાં ગ્વાડાલૂપ નદીના કિનારે સ્થિત યુવા સમર કેમ્પમાં સેંકડો બાળકો તેમની રજાઓ માણી રહ્યા હતા. ત્યારબાદ પાણીનો પ્રવાહ વધી ગયો અને પૂરની સ્થિતિ સર્જાઈ અને લોકો તણાઈ ગયા હતા.
4/9
ટેક્સાસ ગેમ વાર્ડન બેન બેકરના જણાવ્યા મુજબ, બચાવ કામગીરીમાં ઘણા પડકારો આવી રહ્યા છે. કાદવ અને કાટમાળને કારણે શોધ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બચાવ કામગીરીમાં હેલિકોપ્ટર, ડ્રોન, શોધ કૂતરા અને ડાઇવર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
5/9
બચાવ ટીમ ગ્વાડાલૂપ નદીના કિનારે કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધી રહી છે. આ દરમિયાન, 24 વર્ષીય જેવિયર ટોરેસ પણ પોતાના દાદા-દાદી અને અન્ય ગુમ થયેલા બાળકોની શોધમાં પોતે કાદવમાં ઉતરી ગયો હતો
6/9
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 11 જૂલાઇએ ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ સાથે ટેક્સાસ પહોંચશે. તેમણે કહ્યું કે અમે હેલિકોપ્ટરની મદદથી ઘણા લોકોના જીવ બચાવ્યા છે.
7/9
ક્લાઇમેટ સેન્ટ્રલના હવામાનશાસ્ત્રીઓ શેલ વિંકલી અને ટોમ ડી લિબર્ટો કહે છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે પૂર આવ્યું છે. આ કારણે આ વિસ્તાર પૂર માટે વધુ સંવેદનશીલ બન્યો છે.
8/9
હવામાન સેવામાં નિષ્ણાતોના અભાવે ચેતવણી પ્રણાલીની અસરકારકતા નબળી પડી છે. દરમિયાન, રાષ્ટ્રીય હવામાન સેવાએ રુઇડોસો (ન્યૂ મેક્સિકો) માં અચાનક પૂરની ઈમરજન્સી જાહેર કરી છે.
9/9
રિયો રુઇદોસોનું જળ સ્તર 20 ફૂટ (6 મીટર) થી વધુ સુધી પહોંચવાની ધારણા છે. હન્ટ શહેરમાં ઘરોને નુકસાન અને ઘણા લોકો ફસાયેલા હોવાના અહેવાલો છે.
Published at : 09 Jul 2025 01:27 PM (IST)