ફ્લાઇટમાં આ ફળને લઇ જવા પર છે પ્રતિબંધ, પકડાઇ જવા પર થશે જેલ
દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે જેને વિમાન, જહાજ કે ટ્રેનમાં લઈ જવા પર પ્રતિબંધ છે, પરંતુ શું તમે એવા ફળો વિશે જાણો છો જેને જો વિમાનમાં લઈ જવામાં આવે તો જેલની સજા પણ થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમે તમને આવા જ એક ફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ફળોને વિમાનમાં લઈ જવાની સખત મનાઈ છે.
હવે આ સવાલ સાંભળીને તમને સવાલ થશે કે આ ફળનું નામ શું છે? તો ચાલો તમને જણાવી દઈએ કે નાળિયેર એક એવું ફળ છે જેને વિમાનમાં લઈ શકાતું નથી.
જો કે આપણી ધાર્મિક વિધિઓ અને પૂજામાં નાળિયેરનું ખૂબ મહત્વ છે, પરંતુ તેને વિમાનમાં લઈ જવાની મનાઈ છે, તે જ્વલનશીલ છે જેના કારણે તેને લઇ જઇ શકાતું નથી
વાસ્તવમાં નાળિયેરમાં ગમે ત્યારે આગ લાગી શકે છે, તેથી જ તેને વિમાનમાં લઈ જવા પર પ્રતિબંધ છે
આ સિવાય પ્લેનમાં મુસાફરી કરતી વખતે સિગારેટ, તમાકુ, ગાંજા, હેરોઈન અને આલ્કોહોલ જેવા માદક દ્રવ્યો લઈ જવા પર પ્રતિબંધ છે. અને ઘણી ફ્લાઈટ્સમાં 100 મિલીથી વધુ પ્રવાહી લઈ જઈ શકાતું નથી.