ઈસ્તાંબુલના ભીડવાળા વિસ્તાર અચાનક થયો વિસ્ફોટ, ચારેબાજુ તબાહીનો માહોલ, જુઓ તસવીરો
તુર્કીની રાજધાની ઇસ્તંબુલના તકસીમ સ્ક્વેરમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે, જેમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે અને કુલ 53 લોકો ઘાયલ થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વિસ્ફોટ રવિવારે (13 નવેમ્બર) ઇસ્તંબુલના સૌથી ભીડવાળા વિસ્તારમાં થયો હતો જ્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલો આતંકવાદી ઘટના છે.
ઘટના બાદ સ્થાનિક પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. વિસ્ફોટની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આ સાથે નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જે વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો તે વિસ્તાર એવન્યુ, દુકાનો અને રેસ્ટોરન્ટથી ઘેરાયેલો છે. તે સામાન્ય રીતે ગીચ હોય છે કારણ કે તે પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ખૂબ જ લોકપ્રિય છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટનો અવાજ ખૂબ જ ઉંચો હતો. બ્લાસ્ટ બાદ કાળા ધુમાડાના ગોટેગોટા પણ ઉછળતા જોવા મળ્યા હતા.
તુર્કી સરકારના જણાવ્યા અનુસાર હુમલાની પેટર્ન અને તપાસ દર્શાવે છે કે આ હુમલો આતંકવાદી હુમલો હતો.
આ બધાની વચ્ચે આ બ્લાસ્ટ સાથે જોડાયેલો એક વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિસ્ફોટના જોરદાર અવાજ સાથે આગની જ્વાળાઓ ઉછળતી જોવા મળી રહી છે. આ બ્લાસ્ટ બાદ લોકો દોડતા જોવા મળે છે.
બ્લાસ્ટ બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. અત્યાર સુધી આ હુમલાની જવાબદારી કોઈ આતંકી સંગઠને લીધી નથી.