તમિલનાડુનું આ ગામ ભૂતિયા ગામ કહેવાય છે, લોકોને અહી જતા પણ ડર લાગે છે
આ ગામ એક સમયે ખૂબ વસ્તી ધરાવતું હતું, પરંતુ આજે અહીં માત્ર ખંડેર જ દેખાય છે. આ ગામ વિશે અનેક પ્રકારની અફવાઓ અને વાર્તાઓ પ્રચલિત છે. કેટલાક લોકો માને છે કે અહીં ભૂત-પ્રેત રહે છે તો કેટલાક લોકોનું માનવું છે કે અહીં શ્રાપ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએવું માનવામાં આવે છે કે મીનાક્ષીપુરમમાં ભૂત રહે છે. એવું કહેવાય છે કે અહીં રહેતા લોકો અચાનક મૃત્યુ પામતા હતા અને આ કારણે લોકો અહીંથી સ્થળાંતર કરી ગયા હતા.
કેટલાક લોકો માને છે કે મીનાક્ષીપુરમ પર શ્રાપ છે. એવું કહેવાય છે કે આ ગામમાં રહેતા લોકોએ કોઈ દેવી-દેવતા પર ગુસ્સો કર્યો હતો, જેના કારણે તેમના પર શ્રાપ લાદવામાં આવ્યો હતો.
જ્યારે કેટલાક લોકો માને છે કે મીનાક્ષીપુરમ સુનામી અથવા ભૂકંપ જેવી કેટલીક કુદરતી આફતો દ્વારા નાશ પામ્યું હતું.
તમને જણાવી દઈએ કે મીનાક્ષીપુરમના ઈતિહાસ વિશે વધારે માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ કેટલાક ઈતિહાસકારોનું માનવું છે કે આ ગામ એક સમયે સમૃદ્ધ બંદર હતું. પરંતુ સમય જતાં આ બંદર નાશ પામ્યું અને ગામ પણ વેરાન બની ગયું.
હવે આ ગામમાં કોઈ રહેતું નથી. લોકો અહીં જતા પણ ડરે છે. જો કે, કેટલાક લોકો અહીં અનુભવ મેળવવા માટે જાય છે.અહી રાત્રિ રોકાણ માટે કેટલીક હોટલ અને લોજ પણ છે.