Top Five: દુનિયામાં આ 5 દેશો છે સૌથી નબળા, જુઓ લિસ્ટ
Top Five: દુનિયામાં 195 દેશો છે, તમે હંમેશા માટે દુનિયામાં સૌથી શક્તિશાળી દેશોના નામો જ સાંભળ્યા હશે, પરંતુ દુનિયામાં કેટલાક દેશો એવા પણ છે, જે સૌથી નબળા અને અસુરક્ષિત છે. આજે અમે તમને અહીં દુનિયાના એવા 5 સૌથી નબળા દેશો વિશે બતાવી રહ્યાં છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગેબૉન (Gabon): - ગેબૉનની ગણતરી દુનિયાના સૌથી નાના દેશોમાં થાય છે. અહીંની વસ્તી લગભગ 20 લાખ છે. ગેબૉનની પાસ માત્ર 5000 સૈનિકોની એક નાની સેના છે. ગેબૉનની પાસે પોતાના ખુદના 23 એરક્રાફ્ટ છે, ગેબૉન દેશ ચારેય બાજુથી એન્ટાર્કટિકા ઘેરાયેલો છે. જ્યાં તેને પોતાના 5 બંદરો બનાવી રાખ્યા છે. ગેબૉનનુ ક્ષેત્રફળ 260000 કિલોમીટર છે.
મૉરિટાનિયા (MAURITANIA): - મૉરિટાનિયાની વસ્તી લગભગ 39 લાખ છે. મૉરિટાનિયાની પાસે કુલ સૈનિકોની સંખ્યા 16 હજાર છે. આ દેશની પાસે કુલ 26 વિમાન અને ચાર એટેક હેલીકૉપ્ટર છે. આ ઉપરાંત મૉરિટાનિયા પાસે પોતાના ખૂદના 35 લડાકૂ ટેન્ક પણ છે. મૉરિટાનિયાનુ ક્ષેત્રફળ 10 લાખ કિલોમીટર છે.
સોમાલિયા (SOMALIA): - સોમાલિયાની વસ્તી લગભગ 1 કરોડ 15 લાખ છે. સોમાલિયાની પાસે 20 હજાર લોકોની એક આર્મી છે. આ દેશનું ક્ષેત્રફળ 6 લાખ કિલોમીટર છે. સોમાલિયાની પાસે પોતાની પાસે કોઇ એટેક હેલીકૉપ્ટર નથી.
અલસાલ્વાડૉર (El Salvador): - અલસાલ્વાડૉર દેશની વસ્તી લગભગ 62 લાખ છે. અલસાલ્વાડૉરની પાસે 35 હજારની સંખ્યા વાળી એક સેના, 51 વિમાન અને 30 હેલીકૉપ્ટર પણ છે.
કેન્દ્રીય આફ્રિકન ગણરાજ્ય (CENTRAL AFRICAN REPUBLIC): - આફ્રિકાના આ દેશની વસ્તી લગભગ 57 લાખ છે. આ દેશની પાસે 7 હજાર 150 લોકોની એક સેના છે. આ દેશની પાસે 3 એરક્રાફ્ટ, એક એટેક હેલીકૉપ્ટર અને એક 4 ટેન્ક અવેલેબલ છે. અહીં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રેવલે સુધીની પણ સુવિધા નથી.