PHOTOS: તુર્કીમાં પ્લેન ક્રેશ, રનવે પરથી વિમાન નીચે ઉતરી પડતા 3 ટુકડા, 3ના મોત 150થી વધુ લોકો ઘાયલ
તૂર્કીના પરિવહન મંત્રી મેહમત કાહિત તુરહાને જણાવ્યુ કે દૂર્ઘટના બાદ મોટાભાગના યાત્રીઓ ખુદ વિમાનમાંથી બહાર નીકળી ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદૂર્ઘટના સમયે તેમાં 177 લોકો અને ક્રૂ મેમ્બરના છ સભ્યો સવાર હતા.
સરકારી ચેનલ ટીઆરટીએ જણાવ્યુ કે, વિમાન તુર્કીની ફેમસ વિમાન કંપની પેગૈસસ એરલાઇન્સનુ છે.
તુર્કીની ટેલિવિઝન ચેનલ પર પ્રસારણમાં તુટેલા ભાગ અને પાછળના ભાગમાંથી યાત્રીઓને બહાર કાઢતા બતાવવામાં આવ્યા હતા.
દૂર્ઘટનાગ્રસ્ત વિમાન અને તેની અંદર લાગેલી આગની તસવીર પણ જાહેર થઇ છે. બાદમાં ફાયર ફાઇટરોએ આગ હોલવી દીધી હતી.
એનટીવીએ જણાવ્યુ કે, વિમાન ઇજમિર શહેરના એજિયનથી ખરાબ હવામાનમાં ઇસ્તંબુલના સાહિબા ગોકચેન એરપોર્ટ પર આવ્યુ.
દૂર્ઘટનામાં લગભગ 150થી વધુ લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે.
વિમાન ક્રેશ દરમિયાન, પ્લેનમાં 177 લોકો સવાર હતા, અધિકારીઓએ જણાવ્યુ કે આ દૂર્ઘટનામાં ત્રણ લોકોના મોત થઇ ગયા છે.
ઇસ્તંબુલઃ તુર્કીના ઇસ્તંબુલ શહેરમાં બુધવારે એક યાત્રી વિમાન એરપોર્ટ પર ઉતરતી વખતે રનવે પરથી લપસી પડતાં નીચે ઉતરી પડ્યુ, જેના કારણે વિમાનના ત્રણ ટુકડા થઇ ગયા ગયા હતા. આ વિમાન દૂર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા અને 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. જુઓ અહીં દૂર્ઘટનાની તસવીરો......
- - - - - - - - - Advertisement - - - - - - - - -