Russia Ukraine War: યુરોપમાં ગેસ સપ્લાય કરતું હતું રશિયાનું આ શહેર, હવે યુક્રેને કબજો કરી ખોલી પોતાની ઓફિસ
Russia Ukraine War: યુક્રેનની સેનાએ ફરી રશિયાને મોટો ઝટકો આપ્યો છે. ઝેલેન્સકીએ ગુરુવારે કહ્યું હતું કે તેમની સેનાએ રશિયન શહેર સુદજા પર કબજો કરી લીધો છે. આ પહેલા યુક્રેન રશિયાના કુસર્ક શહેર પર કબજો કર્યો હતો. સુદજા અહીંથી 105 કિલોમીટરના અંતરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજા વિશ્વયુદ્ધ પછી આ પહેલીવાર બન્યું છે કે જ્યારે રશિયાના આટલા મોટા વિસ્તાર પર કોઈ અન્ય દેશનો કબજો થયો હોય. અત્યાર સુધી માત્ર હિટલર જ આ કરી શક્યો હતો. યુક્રેન અત્યાર સુધીમાં 1150 ચોરસ કિલોમીટર જમીન પર કબજો જમાવી ચૂક્યું છે.
યુક્રેનિયન આર્મી ચીફનું કહેવું છે કે રશિયાના નિયંત્રણ હેઠળના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમણે સૈન્ય કમાન્ડની ઓફિસ પણ બનાવી છે.
સુદજા એ વિસ્તાર છે જ્યાંથી રશિયા યુક્રેન થઈને સમગ્ર યુરોપને ગેસ સપ્લાય કરે છે. યુરોપિયન યુનિયનના કુલ વપરાશના પાંચ ટકા અહીંથી પસાર થાય છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે યુક્રેનનું લક્ષ્ય રશિયાની આવકના વિશેષ સ્ત્રોતને પકડવાનું છે.
યુક્રેનની સેનાએ અત્યાર સુધીમાં 76,000થી વધુ રશિયન લોકોને તેમના ઘર છોડવા માટે મજબૂર કર્યા છે, જેને જોઈને રશિયા હવે બેકફૂટ પર આવવા લાગ્યું છે. યુક્રેનની જમીન પર કબજો કરવાને બદલે હવે રશિયા તેની જમીનને આઝાદ કરાવવાની લડાઈ લડશે.
ગયા બુધવારે યુક્રેનમાં ડ્રોન દ્વારા વધુ ચાર ક્ષેત્રોને નિશાન બનાવવામાં આવ્યા હતા. રશિયાના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે યુક્રેને કુસર્ક અને તેની આસપાસના કેટલાક વિસ્તારોમાં 117 મોટા ડ્રોન અને ચાર વ્યૂહાત્મક મિસાઇલોનો નાશ કર્યો છે.
રશિયાની ધરતી પર યુક્રેનિયન ધ્વજ લહેરાતા જોવા મળે છે. રશિયાએ 8 મહિનામાં જેટલી યુક્રેનની જમીન કબજે કરી હતી તેટલી યુક્રેને આઠ દિવસમાં રશિયાની જમીન કબજે કરી લીધી છે.