રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે ચર્ચામાં છે યુક્રેનના રાષ્ટ્રપતિની પત્ની
કીવઃ રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધનો આજે 14મો દિવસ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyyના પત્ની olena zelenskaએ રશિયા દ્ધારા બાળકો સહિત નાગરિકોની સામૂહિક હત્યાની નિંદા કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે રશિયાના હુમલાને લઇને વૈશ્વિક મીડિયાને એક ખુલ્લો પત્ર લખ્યો છે જેમાં તેમણે કહ્યું કે યુક્રેન પર રશિયાના હુમલા પર વિશ્વાસ કરવો અશક્ય છે.
યુક્રેનના રાષ્ટ્રપતિની પત્નીએ લખ્યું કે 24 ફેબ્રુઆરીએ અમે બધા રશિયાના હુમલાથી જાગી ગયા. ટેન્કોએ યુક્રેનની સરહદ ઓળંગી, ફાઇટર જેટ અમારા એરસ્પેસમાં પ્રવેશ્યા. મિસાઇલોએ અમારા શહેરોને ઘેરી લીધા. રશિયાએ તેને 'ખાસ' અભિયાન ગણાવ્યું હતુ, જ્યારે વાસ્તવમાં તે યુક્રેનિયન નાગરિકોની હત્યા છે.
યુક્રેનની ફર્સ્ટ લેડી ઓલેનાએ પત્રમાં બાળકોના મૃત્યુને સૌથી ભયાનક અને વિનાશક ગણાવ્યું છે.તેમણે પત્રમાં લખ્યું કે ઓખ્તિરકાની શેરીઓમાં આઠ વર્ષની એલિસનું મૃત્યુ થયું હતું જ્યારે તેના દાદાએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તેવી જ રીતે કિવની પોલિના તેના માતા-પિતા સાથે ફાયરિંગમાં મોતને ભેટી છે.
વધુમાં તેમણે લખ્યું કે 14 વર્ષીય આર્સેનીને કાટમાળમાંથી માથામાં ઈજા થઈ હતી અને તે પછી તેનું મૃત્યુ થયું.
પોતાના ખુલ્લા પત્રને 'યુક્રેનથી સાક્ષી' નામ આપ્યું હતું. તેમણે પોતાના પત્રમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર યુક્રેનના નિર્દોષ નાગરિકોના નરસંહારનો આરોપ લગાવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે 'યુક્રેનના લોકો ક્યારેય હાર નહીં માને, હથિયાર નહીં મૂકે.'
તેમણે પત્રમાં નાગરિકોની વેદનાનો ઉલ્લેખ કર્યો છે કારણ કે રશિયાના હુમલાથી લાખો લોકો બેઘર થઈ ગયા છે અથવા હુમલાથી બચવા માટે પડોશી દેશોમાં આશ્રય લીધો છે.