US Presidential Election 2024: અમેરિકાની ચૂંટણીમાં ભારતીયોનો દબદબો, જાણો કોણે મેળવી જીત?
US Presidential Election 2024: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા છે. ભારતીય મૂળના ઘણા લોકોએ પણ આ ચૂંટણીમાં જીત મેળવી છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડેમોક્રેટ સુહાસ સુબ્રમણ્યમે મંગળવારે વર્જિનિયાના 10મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં યુએસ રિપ્રેઝન્ટેટિવ સીટ પર જીત મેળવી હતી.
કોંગ્રેસમેન અમી બેરાએ 2013થી યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં કેલિફોર્નિયાના 6ઠ્ઠા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કર્યું છે. જો કે, તેમનું પરિણામ હજુ જાહેર થયું નથી.
ડેમોક્રેટિક રાજા કૃષ્ણમૂર્તિએ 8મી કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ ઓફ ઈલિનોઈસમાંથી યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં જીત મેળવી છે. તેમણે રિપબ્લિકન ચેલેન્જર માર્ક રાઈસને હરાવ્યા.
ડેમોક્રેટિક પ્રતિનિધિ રો ખન્નાએ કેલિફોર્નિયાના 17માં કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં રિપબ્લિકન ચેલેન્જર અનિતા ચેનને હરાવીને યુએસ હાઉસમાં બીજી ટર્મ જીતી છે.
ડેમોક્રેટિક પ્રતિનિધિ પ્રમિલા જયપાલે યુએસ હાઉસમાં વોશિંગ્ટનના 7મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ સીટ પરથી ચૂંટણી જીતી છે.
ભારતીય અમેરિકન કોંગ્રેસી થાનેદાર મિશિગનના 13મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં ફરીથી ચૂંટણી જીત્યા છે. તેમણે રિપબ્લિકન પ્રતિસ્પર્ધી માર્ટેલ બિવિંગ્સને 35 ટકાથી વધુ પોઈન્ટથી હરાવ્યા.
ડૉ. અમીશ શાહ એરિઝોનાના પ્રથમ કૉંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં આગળ છે, જો કે તેમના પરિણામો હજુ જાહેર થયા નથી