Photos: 24 કલાકના સીઝફાયર બાદ રશિયાએ યૂક્રેનના આ શહેરોને તહસ-નહસ કરી નાંખ્યા, બૉમ્બમારો બાદની તસવીર આવી સામે
War Photos: રશિયા યૂક્રેન યુદ્ધના 36 કલાકના સીઝફાયર બાદ રશિયા વધુ આક્રમક થઇ ગયુ છે, સ્થાનિક અધિકારીઓ અનુસાર, રશિયાએ યૂક્રેનના પૂર્વ, દક્ષિણ અને ઉત્તર ડૉનેત્સ્ક, ખેરરૉન, ખારકીવના વિસ્તારોમાં જબરદસ્ત બૉમ્બમારો કરીને તમામ શહેરોને તહસ નહસ કરી દીધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લા 24 કલાકમાં રશિયાના હુમલામાં બે લોકોના મોત થઇ ગયા છે અને કમ સે કમ 12 લોકો ઘાયલ થઇ ગયા છે. ડૉનેત્સ્ક ઓબ્લાસ્ટના ગવર્નર પાવ્લો કિરિલેન્કોએ સોમવારે (9 જાન્યુઆરી)એ બતાવ્યુ કે, રશિયન સેનાએ એક નાગરિકની નિર્દયતાથી હત્યા કરી નાંખી છે, અને બે અન્ય લોકોને ઘાયલ કરી દીધા, અને તેમાં એક સોલેદારને પણ મારી નાંખ્યો છે.
કિરિલેન્કોએ કહ્યું કે, રશિયાએ વિસ્તારમાં કમ સે કમ 10 શહેરોમાં હુમલો કરી દીધો છે. ત્રણ ખાનગી ઘરો અને એક દુકાનને નુકશાન પહોંચ્યુ છે.
ખારકીવ ઓબ્લાસ્ટના ગવર્નર ઓલેહ સિનીહુબૌહે ટેલિગ્રામ પર બતાવ્યુ કે, 9 જાન્યુઆરીની સવારે રશિયાએ શેવચેનકૉવ ગામમાં એક લૉકલ માર્કેટમાં એક એસ-300 મિસાઇલ લૉન્ચ કરી જેમાં એક 13 વર્ષીય છોકરી સહિત સાત લોકો ઘાયલ થયા હતા.
આ પહેલાના દિવસે, સિનીહુબૌવે બતાવ્યુ કે, છેલ્લા 24 કલાકમાં, રશિયાએ ખારકીવ ઓબ્લાસ્ટના ચુહુઇવ અને કુપિયાન્સ્ક જિલ્લા પર તોપો, ટેન્કો અને મૉર્ટારથી હુમલો કર્યો, જેનાથી ત્યાં કૃષિ યોગ્ય ભવનોને નુકશાન પહોંચ્યુ હતુ.
ખેરસૉન ઓબ્લાસ્ટના ગવર્નર યારોસ્લાવ યાનુશેવિચ અનુસાર, રશિયન સૈનિકોએ ખેરસૉન ઓબ્લાસ્ટ પર મલ્ટીપલ લૉન્ચ રૉકેટ સિસ્ટમ (એમએલઆરએસ) અને મૉર્ટારથી હુમલો કર્યો જેમાં ત્રણ લોકો ઘાયલ થઇ ગયા. યાનુશેવિચે કહ્યું કે, હુમલામાં ખેરૉસનના ખાનગીર ઘરો અને ઇમારતોને નુકશાન પહોંચ્યુ છે.
ઓબ્લાસ્ટના ગવર્નર વેલેન્ટાઇન રિઇચેન્કોએ લખ્યું- રશિયન સેના રાત્રે બેવાર ઓબ્લાસ્ટના નિકોપૉલ જિલ્લા પર હુમલો કર્યો, તેમને બતાવ્યુ કે, ચેરવોનોહરિહોરિવ્કા અને મારહેનેટ્સ વિસ્તારોમાં કમ સે કમ 10 પ્રૉજેક્ટાઇલ છોડ્યા.
ઓબ્લાસ્ટના ગવર્નર વિટાલી કિમે કહ્યું કે, માઇકૉલાઇવ ઓબ્લાસ્ટમાં બ્લેક સી કૉસ્ટ પર ઓચાકિવ સમુદાય 8 જાન્યુઆરીએ રશિયન તોપખાનાની આગની ઝપેટમાં આવી ગઇ હતી.
રશિયાએ રશિયાની સીમાની લગભગ સુમી ઓબ્લાસ્ટમાં રાત્રે 63 વાર અને 9 જાન્યુઆરીએ સવારે ત્રણ સમુદાયો પર હુમલો કર્યો. ઓબ્લાસ્ટના ગવર્નર દ્યિત્રો જિવિત્સકીએ બતાવ્યું કે, અહીં કોઇપ ઘાયલ થયાના સમાચાર નથી.