General Knowledge: આ દેશોમાં બિકીની નથી પહેરી શકતી છોકરીઓ, જો ભૂલથી પહેરી તો મળે છે આકરી સજા

ઘણા દેશોમાં બિકીની પહેરવા પર પ્રતિબંધ છે. આવું કરવા બદલ સજા પણ મળે છે. તેથી, તમારે એવા દેશો વિશે જાણવું જોઈએ જ્યાં બિકીની પહેરવાની મનાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સ્પેનમાં આવેલું બાર્સેલોના શહેર ખૂબ જ સુંદર છે અને દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવે છે. આ દેશે 2011 માં બાર્સેલોના અને મેલોર્કાના રસ્તાઓ પર બિકીની પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. બિકિની પહેરવાની મંજૂરી ફક્ત બીચ પર અથવા તેની આસપાસના વિસ્તારોમાં જ છે. જો આ કરવામાં ન આવે તો, દંડ વસૂલવામાં આવે છે.

સંયુક્ત આરબ અમીરાત ઇસ્લામિક કાયદા અનુસાર ચાલે છે. અહીં પણ બિકીની કે શોર્ટ્સ પહેરવા પર પ્રતિબંધ છે. અહીંના દરિયા કિનારા પર ફક્ત મહિલાઓ જ નહીં પણ પુરુષો પણ ટૂંકા કપડાં પહેરી શકતા નથી.
દુનિયાભરના પ્રવાસીઓનું પ્રિય સ્થળ માલદીવમાં પણ બિકીની અંગે નિયમો છે. અહીં હજારો યુગલો તેમના હનીમૂન ઉજવવા આવે છે, પરંતુ આ દેશના દરિયાકિનારા પર બોડી શો ઓફ કરે તેવા કપડાં પહેરવાની મનાઈ છે. જોકે, તમે કેટલાક ખાનગી બીચ પર બિકીની પહેરી શકો છો.
ક્રોએશિયાના સુંદર ટાપુ હ્વારમાં પુરુષો અને સ્ત્રીઓ પર ટૂંકા કપડાં પહેરવા પર પ્રતિબંધ છે. જો આવું કરતા પકડાય તો નાણાકીય દંડ ફટકારવામાં આવે છે.
સ્વિટ્ઝર્લૅન્ડના જીનીવામાં પણ બિકિની પહેરવા પર પ્રતિબંધ છે. અહીં ઘૂંટણથી ઉપર સ્વિમસ્યુટ પહેરવાની પણ મનાઈ છે.