આ નાના દેશે WhatsAppને આપ્યો મોટો ઝટકો, ડેટા શેટિંગના મામલે ફટકાર્યો કરોડોનો દંડ
નવી દિલ્હીઃ દુનિયાભરમાં પોતાના બેસ્ટ ફિચર્સના કારણે પૉપ્યૂલર બનેલી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppને જબરદસ્ત ઝટકો લાગ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખરેખરમાં, આયરેલન્ડમાં બીજી ફેસબુક કંપનીઓની સાથે પર્સનલ ડેટા શેર કરવાના મામલે કંપની પર 22.5 કરોડ યૂરો એટલે કે લગભગ 1,942 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપની પર આ ફાઇન ત્રણ વર્ષ પહેલા બનેલા જનરલ ડેટા પ્રૉટેક્શન રેગ્યૂલેશન એટલે કે GDPR અંતર્ગત ફટકારવામાં આવ્યો છે.
'ખોટો ફટકારવામાં આવ્યો દંડ' - મીડિયા રિપોર્ટ્સ અનુસાર, WhatsAppએ કહ્યું કે દંડ પુરેપુરી રીતે ખોટો છે અને આને લઇને કંપની આગળ સુધી જશે. કંપનીના એક પ્રવક્તાએ આ મામલા પર કહ્યું કે, એપ પુરેપુરી રીતે સેફ છે, અને અમે યૂઝર્સના ડેટાની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. આ દંડ અમને કોઇપણ રીતે સ્વીકાર્ય નથી. અમે આગળ સુધી અપીલ કરીશું.
આ માટે થઇ કાર્યવાહી - ખરેખરમાં, આયરલેન્ડમાં કૉર્પોરેટ ટેક્સ ઓછો છે અહીં Google, Facebook, Apple, Twitter સહિતની મોટી કંપનીઓની ઓફિસ છે, અને આ દેશ માટે એવુ કહેવામા આવે છે કે આ કંપનીઓ પર કાર્યવાહી નથી કરતો. WhatsApp પર પણ શરૂઆતમાં ફક્ત 433 કરોડનો દંડ લગાવવામાં આવ્યો હતો, પરંતુ યુરોપીય સંઘના દેશોના પ્રેશરના કારણે આને અનેકગણો વધારી દેવામાં આવ્યો છે.
ભારતમાં 30 લાખ WhatsApp એકાઉન્ટ થયા સસ્પેન્ડ- તાજેતરમાં જ WhatsApp એ પોતાની માસિક અનુપાલન રિપોર્ટ જાહેર કરી, જેમાં બતાવવામાં આવ્યુ કે 46 દિવસની સમય મર્યાદામાં કંપનીએ લગભગ 30 લાખ WhatsApp એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધા છે.
વૉટ્સએપે પોતાના રિપોર્ટમાં બતાવ્યુ કે, આ દરમિયાન 594 ફરિયાદો મળી હતી. જેના પર કંપનીએ કાર્યવાહી કરી છે. આમાંથી મોટા ભાગના એકાઉન્ટ ઓટોમેટિક કે પછી બલ્ક મેસેજના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.