Youngest Millionaire: નાની ઉંમરમાં જ આ પાંચ વ્યક્તિઓ બની ગયા છે અબજોપતિ, જાણો શું છે બિઝનેસ....
Youngest Millionaire: દુનિયામાં દરેક લોકોનું સપનું હોય છે કે તે બહુ જલદી અબજોપતિ બને, પરંતુ દરેકનું આ સપનુ પુરુ થતુ નથી. જીવનભર સખત મહેનત કર્યા પછી પણ મોટાભાગના લોકો વૃદ્ધાવસ્થા સુધી કાર ખરીદવા માટેના પૂરતા પૈસા એકઠા નથી કરી શકતા. અહીં અમે વિશ્વના સૌથી યુવા અબજોપતિઓ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેઓએ નાની ઉંમરે જ એટલે કે 19 થી 25 વર્ષે જ આ મુકામને હાંસલ કરી લીધુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેવિન ડેવિડ લેહમેન:- ગયા વર્ષે ફૉર્બ્સના રિપોર્ટ અનુસાર, કેવિન જે જર્મનીનો છે, તે વિશ્વનો સૌથી યુવા અબજોપતિ બન્યો છે. કેવિન લગભગ 20 વર્ષનો છે અને તેની કુલ સંપત્તિ 2.4 બિલિયન ડૉલરની છે. તેમની આવકનો સ્ત્રોત દવાની દુકાન છે.
નોર્વેની રહેવાસી એલેક્ઝાન્ડ્રા એન્ડ્રેસન પણ એ લોકોના લિસ્ટમાં સામેલ છે, જેઓ ખૂબ જ નાની ઉંમરમાં અબજોપતિ બની ગયા હતા. તેમની ઉંમર લગભગ 25 વર્ષ છે અને નેટવર્થ 1.3 બિલિયન ડૉલર છે. આવકનો સ્ત્રોત રોકાણ પેઢી છે.
બ્રાઝિલના 25 વર્ષીય પેડ્રૉ ફ્રાન્સેચીની નેટવર્થ 1.5 બિલિયન ડૉલર છે. પેડ્રૉની સંપત્તિનો સ્ત્રોત ફિનટેક છે.
ફૉર્બ્સના રિપોર્ટ અનુસાર ચીનના વાંગ ઝેલોંગ પણ વિશ્વના સૌથી યુવા અબજપતિઓના લિસ્ટમાં સામેલ છે. તે 25 વર્ષનો છે અને તેની કુલ સંપત્તિ 1.5 બિલિયન ડૉલર છે. આવકનો સ્ત્રોત રંગદ્રવ્ય ઉત્પાદન છે.
બ્રાઝિલના હેનરીક ડુબગ્રાસની ઉંમર માત્ર 26 વર્ષ છે. આટલી નાની ઉંમરમાં તેની કમાણી 1.5 અબજ ડૉલર છે. હેનરિકની સંપત્તિનો સ્ત્રોત ફિનટેક છે.