આઇપીએલના તમામ ખેલાડીઓ યુએઇમાં રોકાયા છે આવી ભવ્ય હૉટલોમાં, તસવીરોમાં જુઓ કોની ટીમ કઇ હૉટલમાં છે
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ દુબઇના એક રિસોર્ટમાં છે, જેનુ નામ અનંતારા ધ પામ દુબઇ રિસોર્ટ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરાટ કોહલીની આગેવાની વાળી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની ટીમ યુએઇમાં અહીં રોકાઇ છે. વાલ્ડૉર્ફ એસ્ટૉરિયા દુબઇ પામ ઝૂમેરિયા હૉટલ, દુબઇની એક આલિશાન હૉટલમાંની એક છે.
નવી દિલ્હીઃ આઇપીએલની 13મી સિઝન આ વખતે યુએઇમાં રમાવવાની છે, તમામ ટીમો અને સ્ટાફ મેમ્બર્સ હાલ યુએઇ પહોંચી ચૂક્યા છે. દરેક ટીમની ફ્રેન્ચાઇઝીઓએ પોતાના ખેલાડીએને રહેવા માટે એક ખાસ હૉટલની સગવડ કરી છે. જોકે હાલ દરેક ખેલાડી નિયમ પ્રમાણે ક્વૉરન્ટાઇનમાં છે. અહીં કેટલીક તસવીર બતાવવામાં આવી છે, જે યુએઇની અલગ અલગ હૉટલોમાં આઇપીએલની ટીમનો ખેલાડીઓ રોકાયા છે. આ તમામ હૉટલો ગ્રાન્ડ હૉટલો છે. જુઓ તસવીરો....
આઇપીએલની 13, આ લીગની મેચો અહીં ત્રણ શહેર અબુધાબી, દુબઇ અને શારજહાંમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે રમાશે.
રાજસ્થાન રૉયલ્સની ટીમ વન એન્ડ ઓન્લી ધ પામ દુબઇમાં છે.
રોહિત શર્મા એન્ડ કંપની અબૂધામીમાં હાલ ક્વૉરન્ટાઇન છે, રેન્ટ રેગીઝ દુબઇની એક મોટી હૉટલ છે.
કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ દુબઇની સોફિટેલ ધ પામ હૉટલમાં રોકાઇ છે.
કાર્તિક એન્ડ કંપની અબુધાબીમાં છે, કેકેઆર ટીમ અબુધાબીના મોટા ભવ્ય રિટ્ઝ રિસોર્ટમાં રોકાયેલી છે.
દિલ્હી કેપિટલ્સની ટીમ દુબઇની મોટા પેલેસ ડાઉનટાઉનમાં ક્વૉરન્ટાઇન છે.
ધોની સેના પણ દુબઇમાં જ રોકાઇ છે, ધોનીની ટીમ હાલ દુબઇને મોટી તાજ હૉટલમાં રોકાઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -