PM મોદીએ કર્યું નવા સંસદ ભવનનું ભૂમિપૂજન, જુઓ તસવીરો
પ્રધાનમંત્રીએ ક્હ્યું, નવા સંસદ ભવનમાં એવી અનેક ચીજો થઈ રહી છે જેનાથી સાંસદોની ક્ષમતા વધશે, તેમના વર્ક કલ્ચરમાં આધુનિક રીત આવશે. જૂના સંસદ ભવને સ્વતંત્રતા બાદ ભારતને દિશા આપી તો નવું ભવન આત્મનિર્ભર ભારતના નિર્માણનું સાક્ષી બનશે. જૂના સંસદ ભવનમાં દેશની આવશ્યકતાઓની પૂર્તિ માટે કામ થયું તો નવા ભવનમાં 21મી સદીના ભારતની આકાંક્ષા પૂરી કરાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદ ભવનની આધારશિલા રાખી હતી. જે બાદ સર્વધર્મ પ્રાર્થના યોજાઈ હતી. અત્યાધુનિક સુવિધાથી સજજ નવું સંસદ ભવન ઓગસ્ટ 2022 સુધીમાં તૈયાર થઈ જશે. ભૂમિ પૂજન બાદ મોદીએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું- આજનો દિવસ ભારતીય લોકતંત્રના ઈતિહાસમાં ઐતિહાસિક છે. ભારતીયો દ્વાર, ભારતીયતાના વિચારથી ઓતપ્રોત, ભારતના સંસદ ભવનના નિર્માણનો શુભારંભ આપણા લોકતાંત્રિક પરંપરાના સૌથી મહત્વના મુકામ પૈકીનો એક છે. આપણે ભારતના લોકો મળીને નવું સંસદ ભવન બનાવીશું.
2014માં જ્યારે પ્રધાનમંત્રી તરીકે ચૂંટાઈને સંસદ ભવનમાં આવવાનો મોકો મળ્યો તે ક્ષણ હું ક્યારેય ન ભૂલી શકું. લોકતંત્રના આ મંદિરમાં પગ રાખતાં પહેલા મે માથું નમાવીને નમન કર્યા હતા. આપણા વર્તમાન સંસદ ભવને આઝાદીના આંદોલન અને બાદમાં સ્વતંત્ર ભારતને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આઝાદ ભારતની પ્રથમ સરકારનું ગઠન પણ અહીં થયું અને સંસદનું સત્ર પણ મળ્યું
- - - - - - - - - Advertisement - - - - - - - - -