હાર્દિક પંડ્યા બન્યો સાન્તા, પુત્ર સાથે સેલિબ્રેટ કરી ક્રિસમસ, જુઓ તસવીરો
આઈપીએલ 13નો હિસ્સો હોવાના કારણે હાર્દિક ઓગસ્ટમાં યુએઈ રવાના થયો હતો અને આઈપીએલ પૂરી થયા બાદ સીધો ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયો હતો. લાંબો સમય તે પુત્રથી દૂર રહ્યો હોવાથી હાલ તે પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. (તમામ તસવીર સૌજન્યઃ હાર્દિક પંડ્યા ઇન્સ્ટાગ્રામ)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગત વર્ષે કરાવેલી સર્જરીના કારણે હાલ પંડ્યો બોલિંગ નથી કરતો. તે માત્ર બેટિંગ જ કરે છે અને આ કારણે તેનો ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ ટીમમાં પણ સમાવેશ નહોતો કરવામાં આવ્યો.
હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમનો હિસ્સો નથી. તે વન ડે અને ટી-20 સીરિઝ રમ્યા બાદ ભારત પરત ફર્યો હતો. લાંબો સમય પરિવારથી દૂર રહ્યા બાદ પંડ્યા હાલ પત્ની નતાશા અને પુત્ર અગસ્ત્ય સાથે સમય પસાર કરી રહ્યો છે. ક્રિસમસના અવસર પર તેણે પત્ની અને પુત્ર સાથે તસવીર શેર કરી હતી.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પંડ્યાએ વન ડે અને ટી-20 સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું. ટી20 સીરિઝમાં તે મેન ઓફ ધ સીરિઝ બન્યો હતો.
પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં તેણે અને તેના પુત્રએ સાન્તા ક્લોઝનો ડ્રેસ પહેર્યો છે. ક્રિસમસના અવસર ર તેણે ઘરને પણ શાનદાર રીતે શણગાર્યુ છે. હાર્દિક પંડ્યાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -