અયોધ્યાના રામમંદિર સંકુલનો નકશો જાહેર, જાણો કેટલા અબજનો થશે ખર્ચ કેટલા દરવાજા અને બીજું શું શું હશે ?
ટ્ર્સ્ટનાં મહાસચિવ ચંપત રાયે 36 પાનાનો આ નકશો જાહેર કરીને મુખ્ય મંદિર સહિત પરિસરમાં થનારા બાંધકામનાં નિર્માણની વિસ્તૃત માહિતી આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅયોધ્યામાં બનનારું ભવ્ય રામ મંદિર આશરે 1100 કરોડના ખર્ચે તૈયાર થશે તેવો હાલ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ દરમિયાન શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામજન્મભૂમિની 70 એકર જમીનનો નકશો જાહેર કર્યો છે.
36 પાનાનાં નકશામાં શ્રીરામનાં વિવિધ સ્વરૂપોનું પણ વર્ણન કરતા ભુમિ પુજનનો ઉલ્લેખ છે.
બીજા તબક્કામાં અયોધ્યા તીર્થક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રધ્ધા કેન્દ્રોનો વિકાસ છે. એમ બે પ્રકારે મંદિર નિર્માણને વિભાજીત કરવામાં આવ્યું છે.
મંદિરનાં કુલ ત્રણ સ્તર હશે અને તેની ઉંચાઇ 20 ફુટ હશે, મંદિરનાં ભુતળમાં સ્તંભોની સંખ્યા 160, પ્રથમ સ્તરમાં સ્તંભોની સંખ્યા 132 તથા બીજા સ્તરમાં 74 સ્તંભ હશે.
ચંપત રાયે રામમંદિર નિર્માણને એક મહાઅનુષ્ઠાન ઘોષિત કર્યું છે, જેનાં પ્રથમ તબક્કામાં નિર્માણ અને વિકાસમાં જેના હેઠળ મુખ્ય મંદિર, મંદિર પરિસર, તીર્થક્ષેત્ર પરિસરનાં વિકાસનો સમાવેશ થાય છે.
. મંદિરમાં કુલ 5 મંડપ હશે, તેની લંબાઇ 360 ફુટ અને પહોંળાઇ 235 ફુટ હશે, મંદિરનાં શિખર સહિતની ઉંચાઇ 161 ફુટ હશે.
આગામી 50 વર્ષને ધ્યાનમાં રાખીને યોજના તૈયાર કરવામાં આવી છે, રામજન્મભૂમિ પરિસરમાં પ્રવેશ 12 દરવાજા હશે, મદિરનું કુલ નિર્માણ વિસ્તાર 57400 ચોરસ ફુટ હશે.
ચંપત રાયે પોતાની પોસ્ટ દ્વારા માહિતી આપી કે રામમંદિરનાં બહુસ્તરીય અનુષ્ઠાનનો શંખનાદ થઇ ગયો છે. પ્રસ્તાવિત વિસ્તારમાં 6 મંદિરોની જોગવાઇ છે.
પીએમ મોદી, સંઘનાં વડા મોહન ભાગવત, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ તથા શ્રીરામજન્મભૂમિ તિર્થક્ષેત્ર ટ્રસ્ટનાં અધ્યક્ષ દ્વારા ભૂમિ પુજન દરમિયાન કરાયેલા ભાષણનો પણ ઉલ્લેખ છે.
(તમામ તસવીર સૌજન્યઃ ફેસબુક)
- - - - - - - - - Advertisement - - - - - - - - -