સલમાન ખાનની ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે આ એક્ટ્રેસ અને મોડલ્સ, જાણો વિગતે
બોલિવૂડના ભાઈજાન સલામાન ખાન આજે પોતાનો 55મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. સલમાન 1988માં ફિલ્મ 'બીવી હો તો ઐસી' થી ડેબ્યુ કર્યું હતું અને છેલ્લે ફિલ્મ 'ભારત'માં લીડ રોલમાં નજર આવ્યો હતો. તેન અપકમિંગ ફિલ્મ 'રાધે' અને 'કિક-2' જલ્દીજ આવી રહી છે. અત્યાર સુધી સલમાન સાથે અનેક અભિનેત્રીઓ અને મોડલ્સનું નામ જોડાઈ ચૂક્યું છે અને તેની ગર્લફ્રેન્ડ રહી. ત્યારે અમે તમને જણાવી રહ્યાં છે આવીજ કેટલીક એક્ટ્રેસ અને મોડલ્સના નામ વિશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોમની પોપ્યુલર મોડલ લૂલિયા વંતૂર સાથે પણ તેના રિલેશનશિપની ચર્ચા થતી રહી છે. લૂલિયા સલમાનના પરિવાર સાથે પણ ઘણીવાર જોવા મળે છે. બન્નેના લગ્નને લઈને પણ ચર્ચાએ જોર પકડ્યું હતું.
કોરિયોગ્રાફ્ર અને ડાન્સર ડેઝી શાહે સલમાન સાથે 'જય હો'માં કામ કર્યું હતું. તે દરમિયાન બન્નેની વચ્ચે ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી બાદ ઓફ સ્ક્રીન રિલેશનશિપની પણ ચર્ચા હતી.
કેટરીના કૈફના કેરિયરમાં સલમાન ખાનનું મહત્વનું યોગદાન માનવામાં આવે છે. બન્નેએ ઘણી ફિલ્મો સાથે કરી અને રિલેશનશિપમાં રહ્યાં પરંતુ બાદમાં બન્ને અલગ થઈ ગયા હતા. જોકે હવે તેઓ મિત્રની જેમ વ્યવહાર કરે છે.
એશ્વર્યા જેવી દેખાતી એક્ટ્રેસ સ્નેહા ઉલાલ સાથે પણ સલમાનના અફેરની ચર્ચા હતી. ફિલ્મ 'લકી' ના રીલિઝ થયાના લાંબા સમય બાદ બન્ને અલગ થઈ ગયા હતા.
ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ' દરમિયાન એશ્વર્યા રાય અને સલમાન ખાનના અફેરની ખૂબ ચર્ચા થઈ હતી.. જો કે 2002માં બન્નેએ બ્રેકઅપ કરી લીધું હતું. સલમાન અને એશ્વર્યાના અફેરની ચર્ચાએ આજે પણ થાય છે.
સોમી અલી અને સલમાન ખાન અત્યાર સુધી સૌથી સારા મિત્રો હોવાનો દાવો કરે છે પરંતુ તે એક સમયે સલમાન ખાનની ગર્લફ્રેન્ડ હતી. સલમાનની દારુ પીવાની ટેવ અને ખોટા વ્યવહારના કારણે તે તેનાથી દૂર થઈ ગઈ હતી.
ફિલ્મોમાં એન્ટ્રી કર્યા બાદ સલમાનનું નામ સંગીતા બિજલાણી સાથે પણ જોડાયું હતું અને તેને ઘણા વર્ષ સુધી ડેટ કરી હતી. સંગીતા મિસ ઈન્ડિયા 1980 રહી ચૂકી છે. મીડિયા અહેવાલ અનુસાર બન્નેના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા પરંતુ સંગીતાએ સલમાન સાથે અંતર બનાવી લીધું હતું.
સલમાન ખાન જ્યારે ટીનેજમાં હતો ત્યારે બોલિવૂડના દિવંગત એક્ટર અશોક કુમારની પૌત્રી શાહીનથી તે ઘણો પ્રભાવિત હતો. તે એક મોડલ હતી અને સલમાન તે સમયે 19 વર્ષનો હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -