બોયફ્રેન્ડ સાથે કઝિનના લગ્નમાં પહોંચી શ્રદ્ધા કપૂર, કેમેરા સામે આવતા જ બન્નેએ શું કર્યું ? જુઓ તસવીર
પદ્મિની કોલ્હાપુરીના પુત્ર પ્રિયાંક શર્માના લગ્ન ગુરુવારે પ્રોડ્યુસર કરીમ મોરાનીની પુત્રી શજા મોરાની સાથે હતા. સંબંધમાં પ્રિયાંક શ્રદ્ધાનો ભાઈ થાય છે. આ લગ્નમાં અનેક મોટી હસ્તીઓ પહોંચી હતી. પરંતુ શ્રદ્ધાની તસવીરો ચર્ચામાં છે. (PHOTOS- MANAV MANGALANI)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડા દિવસ પહેલા જ્યારે શ્રદ્ધા કપૂર વિશે તેના પિતા શક્તિ કપૂરને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેણે કહ્યું હતું કે, તેની દિકરી જેની સાથે લગ્ન કરવા માંગે છે, તેને લઈને કોઈ વાંધો નથી.
જણાવી દઈએ કે રોહન અને શ્રદ્ધા બાળપણની મિત્ર છે. વરુણના લગ્ન બાદ એવી ચર્ચા ચાલી રહી છે કે શ્રદ્ધા જલ્દીજ સાત ફેરા લઈ શકે છે. રોહન એક બિઝનેસમેન છે અને શ્રદ્ધા કપૂરની ફેમિલી સાથે તેના પરિવાર સાથે પણ સારા સંબંધ છે.
કેમેરા જોતા જ બન્ને અલગ થઈ ગયા હતા. અહિં સિદ્ધાંત કપૂર તસ્વીર ક્લિક કરવા પેપરાઝીને ન પાડતો નજર આવ્યો હતો.
આ લગ્નમાં શ્રદ્ધા કપૂર ખૂબસૂરત અંદાજમાં પહોંચી હતી. સેરેમનીમાં જતી વખતે શ્રદ્ધા એકલી નજર આવી હતી પરંતુ ત્યાંથી રવાના થતી વખતે તેની સાથે તેનો બોયફ્રેન્ડ સાથે નજર આવ્યો હતો.
તસવીરોમાં શ્રદ્ધા કપૂર, તેના ભાઈ સિદ્ધાંત કપૂર અને રોહન શ્રેષ્ઠ સાથે નજર આવી હતી. મેરેજ અટેન્ડ કર્યા બાદ ઘરે જતી વખતે આ ત્રણેયની તસવીર ક્લિક કરવામાં આવી હતી.
એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર પોતાની કેટલીક તસવીરોને હાલમાં ચર્ચામાં છે. આ તસવીર ત્યારે ક્લિક કરવામાં આવી હતી જ્યારે જે લગ્નમાં ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -