દેશને વર્લ્ડકપ જીતાડનારા આ ગુજરાતી ક્રિકેટરને નથી મળી રહી નોકરી, ઇંટો ઉંચકવાની કાળી મજૂરી કરીને ચલાવે છે ઘર, જાણો વિગતે
નવસારીઃ તમને યાદ હશે કે વર્ષ 2018માં ટીમ ઇન્ડિયાએ બ્લાઇન્ડ વર્લ્ડકપ ક્રિકેટનો (Blind World Cup 2018)નો ખિતાબ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. આ જીત એકદમ ખાસ હતી, કેમ કે ટીમ ઇન્ડિયાએ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યુ હતુ, અને આ જીત બાદ ભારતીય ખેલાડીઓએ ખુબ વાહવાહી મેળવી હતી. રાષ્ટ્રપતિથી લઇને વડાપ્રધાન સુધી દરેકે આ ખેલાડીઓની જોરદાર પ્રસંશા કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ આ મોટી ઉપલબ્ધિના ત્રણ વર્ષ બાદ આજે ટીમનો એક સભ્ય એક-એક રૂપિયા માટે લાચાર બન્યો છે. આ છે ગુજરાતનો બ્લાઇન્ડ સ્ટાર ક્રિકેટર નરેશ તુમડા (Naresh Tumda). તેને પોતાનુ ઘર ચલાવવા સખત મજૂરી કરવી પડી રહી છે.
સમાચાર એજન્સી એએનઆઇ સાથે વાતચીત કરતા નરેશ તુમડાએ કહ્યું કે સરકાર પાસે વારંવાર મદદની અપીલ કરવા છતાં હજુ સુધી કોઇ મદદ નથી મળી.
તેને કહ્યું- હું એક દિવસમાં મજૂરી કરીને ફક્ત 250 રૂપિયા જ કમાઉ છું, મેં ગુજરાતના મુખ્યમંત્રી પાસે મદદ માટે ત્રણ વાર અપીલ કરી, પરંતુ હજુ સુધી કોઇ જવાબ નથી આવ્યો. હું સરકારને અનુરોધ કરુ છું કે મને કોઇ નોકરી આપે જેનાથી હુ મારા પરિવારનુ ગુજરાત ચલાવી શકુ.
29 વર્ષના ક્રિકેટર નરેશ તુમડા ગયા વર્ષે લૉકડાઉનમાં શાકભાજી વેચી રહ્યો હતો, પરંતુ આનાથી તેના પરિવારના ખર્ચને ના પહોંચી વળાયુ, તો તેને મજૂરી કરવાનુ કામ શરૂ કરી દીધુ. આજકાલ તે ઇંટો ઉંચકવાનુ કામ કરીને પરિવારનુ ગુજરાત ચલાવે છે.
તેને કહ્યું મારા માતા પિતા વૃદ્ધ થઇ ગયા છે, મારા ઉંમરલાયક પિતા નોકરી નથી કરી શકતા, એટલે હું પરિવારમાં એકમાત્ર કમાવનાર છુ, ગયા મહિને જમાલપુર માર્કેટમાં શાકભાજી વેચતો હતો, પરંતુ તેનાથી વધુ કમાણી ના થઇ.
નરેશ તુમડા ખુબ જ પ્રતિભાશાળી ક્રિકેટર રહ્યો છે, ફક્ત પાંચ વર્ષની ઉંમરમાં તેને ક્રિકેટ રમવાનુ શરૂ કરી દીધુ હતુ, મુશ્કેલીઓની પરવા કર્યા વિના તેને 12માં સુધી અભ્યાસ કર્યો. પાંચ વર્ષની ઉંમરમાં જ તેની આંખોની રોશની ચાલી ગઇ. વર્ષ 2014માં તેનુ સિલેક્શન ગુજરાતની ક્રિકેટ ટીમમાં થયુ. આ પછી તેને ભારતીય ટીમમાં રમવાનો મોકો મળ્યો. વર્લ્ડકપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાને આપેલા 308 રનોનો વિશાળ લક્ષ્યને 8 વિકેટ ગુમાવીને પુરુ કરી દીધુ હતુ. આમ ફાઇનલ જીતીને ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમે ઇતિહાસ રચી દીધો હતો.