ટોકિયો ઓલ્મપિક: ગુજરાતની કઇ 6 મહિલા ખેલાડી Olympicમાં ભારતનું કરશે પ્રતિનિધિત્વ
ટોકિયો ઓલ્મપિકમાં ગુજરાતની 6 મહિલા ખેલાડી પસંદગી પામી છે. અંકિતા રૈના, માના પટેલ સહિતની કઇ ખેલાડીને સ્થાન મળ્યું, જાણો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાના પટેલ સ્વીમિગ સ્વિમિગ)ટોકિયો ઓલ્મપિકમાં ગુજરાતની 21 વર્ષિય માના પટેલ દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. માના પટેલ અમદાવાદની યુવતી છે, માના ટોકિયો ઓલ્મપિકમાં જાપાન ઓલમ્પિકસમાં 100 મીટરના બેકસ્ટ્રોકમાં ભાગ લેશે, માના પટેલે 2015માં પણ ઓલમ્પિકમાં ભાગ લીધો હતો અને સિલ્વર મેડલ જીતી હતી. અત્યાર સુધીમાં તે ચાર સિલ્વર અને એક ગોલ્ડ જીતી ચૂકી છે.
અંકિતા રૈના (ટેનસ)ભારતીય નંબર 1 ખેલાડી 28 વર્ષીય અંકિતા રૈના (Ankita Raina) ઓલમ્પિક (Olympic) માટે ક્વોલિફાય કરનારી ગુજરાતની પ્રથમ મહિલા એથલિટ બની ગઈ છે. 21 વર્ષિય અંકિતા રૈના અમદાવાની છે. અંકિતાએ માત્ર 8 વર્ષની ઉંમરમાં અખિલ ભારતીય ટેનિસ સંઘ દ્વારા આયોજિત U-10 ફ્યુચર ટેલેન્ટ ટેનિસ સ્પર્ધા જીતી હતી. અંકિતા અત્યાર સુધીમાં આઈટીએફ ટાઈટલ, એક ડબલ્યુટીએ 250 ખિતાબ, ડબલ્યુટીએ 125k ટાઈટલ પોતાના નામ કરી ચૂકી છે. 2018 એશિયાઈ રમતમાં બોન્ઝ મેડલ જિત્યું હતું.
ઇલાવેનીલ વાલરીવન (શૂટિંગ) અન્ય એક યુવતી ઇલાવેનીલ વાલરીવન પણ 23 જુલાઇ યોજનાર ટોકિયો ઓલ્મપિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, ટોકિયો ઓલ્મપિક માટે શૂટરની 15 ખેલાડીની ટીમ તૈયાર થઇ છે. જેમાં ગુજરાતની ઇલાવેનીલ વાલરીવનું નામ પણ સામેલ છે. તેમણે ગત મહિને આયોજીત દિલ્લી વર્લ્ડ ક્લબમાં ગોલ્ડ મેડલ પોતાના નામ કર્યું હતું.
ભાવિના પટેલ (પેરા ટેબલ ટેનિસ) ગુજરાતની વધુ એક યુવતીને પણ ટોકિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે. ગુજરાતની ભાવિના પટેલ 12 વર્ષથી પેરા ટેબલ ટેનિસ રમી રહી છે. આ પહેલા પણ ઓલ્મપિકમાં તેમનું સિલેકશન થયું હતું. તેમણે 28 વખત ભારતનું પ્રતિનિધિત્વ કરીને 5 ગોલ્ડ, 13 સિલ્વર અને 8 બોન્ઝ જિત્યા છે.
સોનલ પટેલ :અમદાવાદની સોનલ પટેલ પણ ટોકિયો પેરા ઓલ્મિપકમાં ભાગ લેશે. સોનલનું પેરા ઓલ્મપિક માટે પ્રથમવાર જ સિલેકશન થયુ છે. હાલ તે વિશ્વમા 19માં રેન્ક પર છે.તેમણે 25 ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં તે ભાગ લઇ ચૂકી છે,સોનલ પટેલ 12 મેડલ જીતી ચૂકી છે. તે અત્યાર સુધીમાં 2 ગોલ્ડ, 4 સિલ્વર, 6 બોન્ઝ પ્રાપ્ત કરી ચૂકી છે.