Asian Games 2023: એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આ રીતે મનાવ્યો જશ્ન, જુઓ તસવીરો

Asian Games 2023: એશિયન ગેમ્સ 2023માં પહેલીવાર ક્રિકેટ ઈવેન્ટમાં ભાગ લેનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ મેડલ મેચમાં શ્રીલંકાને 19 રને હરાવીને મેડલ જીત્યો હતો.

Continues below advertisement
Asian Games 2023: એશિયન ગેમ્સ 2023માં પહેલીવાર ક્રિકેટ ઈવેન્ટમાં ભાગ લેનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ મેડલ મેચમાં શ્રીલંકાને 19 રને હરાવીને મેડલ જીત્યો હતો.

એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો

Continues below advertisement
1/6
ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં માત્ર 116 રન જ બનાવી શકી હતી. જેમાં જેમિમાહ રોડ્રિગ્ઝે 42 રનની ઇનિંગ રમી હતી જ્યારે સ્મૃતિ મંધાનાએ 46 રનની ઇનિંગ રમી હતી.
ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં માત્ર 116 રન જ બનાવી શકી હતી. જેમાં જેમિમાહ રોડ્રિગ્ઝે 42 રનની ઇનિંગ રમી હતી જ્યારે સ્મૃતિ મંધાનાએ 46 રનની ઇનિંગ રમી હતી.
2/6
image 2117 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલી શ્રીલંકાની ટીમને ભારતની 18 વર્ષની ફાસ્ટ બોલર તિતાસ સાધુએ પ્રથમ 6 ઓવરમાં 3 મોટા ઝટકા આપીને મેચમાં ટીમ ઈન્ડિયાની પકડ સંપૂર્ણપણે મજબૂત કરી હતી.
3/6
શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં માત્ર 97 રન સુધી જ પહોંચી શકી અને તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. ભારત તરફથી બોલિંગમાં તિટાસે 3 જ્યારે રાજેશ્વરીએ 2 વિકેટ ઝડપી હતી.
4/6
ભારત તરફથી આ એશિયન ગેમ્સમાં જેમિમાહ રોડ્રિગ્ઝ ઉપરાંત સ્મૃતિ મંધાના અને પૂજા વસ્ત્રાકરનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું.
5/6
ભારતીય મહિલા ટીમની ખેલાડીઓ ગોલ્ડ મેડલ જીત્યા બાદ મેદાન પર ઘણી ખુશ દેખાતી હતી. મહિલા ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની અત્યાર સુધીની આ સૌથી મોટી ઉપલબ્ધિ છે.
Continues below advertisement
6/6
આ પહેલા વર્ષ 2022માં કોમનવેલ્થ ગેમ્સમાં ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો.
Sponsored Links by Taboola