Copa America 2021 Final: મેસીના મેજીક બાદ આર્જેન્ટીનાએ આ રીતે મનાવ્યો જશ્ન, નેમાર રડી પડ્યો, તસવીરો
football4
1/7
કોપા અમેરિકા 2021માં લિયોનન મેસીની આગેવાની વાળી આર્જેન્ટિનાએ ઇતિહાસ રચી દીધો છે. આર્જેન્ટિનાએ છેલ્લીવાર કોપા અમેરિકા ચેમ્પિયન બ્રાઝિલને હરાવીને ખિતાબ પોતાના નામે કરી લીધો છે.
2/7
બ્રાઝિલની હાર થયા બાદ નેમાર ચોધાર આંસુએ રડી પડ્યો હતો. જોકે મેસી આવીને તેને ગળે લગાડ્યો હતો અને સાંત્વના આપી હતી. આ વીડિયો અને તસવીર હાલ વાયરલ થઈ છે.
3/7
આર્જેન્ટિનાએ બ્રાઝિલને 1-0 થી હરાવ્યુ. 1993 બાદ આ પહેલી ઘટના છે જ્યારે આર્જેન્ટિના કોપા અમેરિકાનો ખિતાબ જીતવામાં સફળ થયુ છે. આની સાથે જ લિયોનન મેસી પણ પહેલીવાર ઇન્ટરનેશનલ સ્ટેજ પર આર્જેન્ટિનાને કોઇ મોટુ ટાઇટલ અપાવવામાં સફળ થયો છે.
4/7
મેસીની આગેવાનીમાં આર્જેન્ટિનાની આ પહેલી મોટી જીત છે, આ જીતની સાથે મેસીનું આર્જેન્ટિનાને ઇન્ટરનેશનલ લેવલ પર એક મોટો ખિતાબ અપાવવાનુ સપનુ પુરુ થઇ ગયુ છે.
5/7
મેસીની આગેવાનીમાં આ પહેલા આર્જેન્ટિનાની ટીમ 2014ની વર્લ્ડકપ ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી, પરંતુ જર્મનીએ દુનિયાના નંબર વન ફૂટબૉલરનુ સપનુ પુરુ ન હતુ થવા દીધુ.
6/7
2016 કોપા કપ ફાઇનલની હાર બાદ મેસી એટલો બધો તુટી ગયો હતો કે તેને સન્યાસની જાહેરાત કરી દીધી હતી, પરંતુ ફેન્સની અપીલ પર મેસી પરત ફર્યો, 2018ના વર્લ્ડકપમાં આર્જેન્ટિનાનુ પ્રદર્શન નિરાશાજનક જ રહ્યું પરંતુ હવે કોપા અમેરિકા ફાઇનલ જીતીને મેસીએ આર્જેન્ટિનાને ખિતાબ અપાવ્યો હતો.
7/7
તમામ તસવીર સૌજ્યઃ એએફપી ટ્વીટર
Published at : 11 Jul 2021 11:24 AM (IST)