PHOTOS: ફેસબુક પર થયો પ્રેમ, બાદમાં કર્યા લગ્ન, ફિલ્મી છે સંજૂ સેમસનની લવ સ્ટોરી
Sanju Samson: સંજુ સેમસન આજે તેનો 30મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર અમે તમને જણાવીશું કે કેવી રીતે સંજુને તેની લાઈફ પાર્ટનર મળી હતી. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન આજે એટલે કે 11 નવેમ્બર, 2024 ના રોજ તેનો 30મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં સંજુએ T20 ઈન્ટરનેશનલમાં સતત બે સદી ફટકારી હતી. જોકે, ત્રીજી ઇનિંગમાં તે ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. પરંતુ અહીં અમે તમને સંજુની ફિલ્મી લવ સ્ટોરી જણાવીશું.
સંજુ સેમસનની પત્નીનું નામ ચારુલતા રમેશ છે. સંજુ અને ચારુલતાની લવ સ્ટોરી ફેસબુક દ્વારા શરૂ થઈ હતી. સોશિયલ મીડિયાનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે.
એક રિપોર્ટ અનુસાર, સંજુ અને ચારુલતા તિરુવનંતપુરમની માર ઈવાનિયોસ કોલેજમાં મળ્યા હતા. આ મીટિંગ બાદ સંજુએ ઓગસ્ટ 2012માં ચારુલતાને ફેસબુક પર મેસેજ કર્યો હતો.
આ મેસેજ પછી જ તેમની લવ સ્ટોરી શરૂ થઈ હતી. લગ્ન પહેલા સંજુ અને ચારુલતા લગભગ 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા હતા.
સંજુ અને ચારુલતાના લગ્ન ડિસેમ્બર 2018માં થયા હતા. લગ્નમાં માત્ર સંજુના નજીકના મિત્રો અને પરિવારજનો જ હાજર રહ્યા હતા. સંજુ એક ક્રિશ્ચિયન પરિવારમાંથી આવે છે. જ્યારે પત્ની ચારુલતા હિન્દુ પરિવારમાંથી આવે છે.