Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
વર્લ્ડ કપમાં એક પણ બોલ રમ્યા વગર આઉટ થયો આ બેટ્સમેન, જાણો શું છે ICC નો આ નિયમ
એન્જેલો મેથ્યુસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં ટાઈમઆઉટ થનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ ઘટના શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડ કપ 2023ની 38મી મેચમાં બની હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઇસીસી દ્વારા મેથ્યુસને ટાઇમ આઉટ આપવામાં આવ્યો તે સમયની તસવીરો શેર કરવામાં આવી હતી. આ તસવીરોમાં મેથ્યુસ તેની તૂટેલી હેલ્મેટ પકડેલો જોવા મળે છે.
એક તસવીરમાં મેથ્યુઝ બંને અમ્પાયરો સાથે વાત કરતા જોવા મળે છે. બીજી તસવીર ડગઆઉટમાં પરત ફર્યા બાદ મેથ્યૂઝની છે, જેમાં તે ખૂબ જ નિરાશ દેખાય છે.
એક તસવીરમાં મેથ્યુસ એ જ તૂટેલી હેલ્મેટ ધરાવે છે જેનો પટ્ટો તૂટી ગયો હતો. ફોટોમાં મેથ્યુસ ખૂબ જ ગુસ્સામાં દેખાઈ રહ્યો છે. આ સિવાય એક તસવીરમાં મેથ્યુસ પેવેલિયનમાં પરત ફરતો જોવા મળી રહ્યો છે અને આખી બાંગ્લાદેશ ટીમ ઊભી છે.
જો આખા મામલાની વાત કરીએ તો શ્રીલંકાએ 25મી ઓવરમાં સાદિરા સમરવિક્રમાના રૂપમાં ચોથી વિકેટ ગુમાવી હતી, જે બાદ મેથ્યુઝ ક્રિઝ પર આવ્યો હતો. જોકે, હેલ્મેટને કડક કરતી વખતે તેનો પટ્ટો તૂટી ગયો અને તેણે બીજી હેલ્મેટ મંગાવી.
આ સમગ્ર પ્રક્રિયામાં 2 મિનિટથી વધુનો સમય લાગ્યો હતો અને નિયમો અનુસાર નવા ખેલાડીએ 2 મિનિટની અંદર બોલ રમવાનો હોય છે, જેના કારણે બાંગ્લાદેશી કેપ્ટનની અપીલ પર તેને ટાઈમ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો.