Asia Cup 2023માં ફરી એકવાર 10મી સપ્ટેમ્બરે ટકરાશે ભારત-પાકિસ્તાન ? જાણો મહામુકાબલાના સમીકરણો
IND vs PAK: એશિયા કપ 2023 માં બુધવારે (2 સપ્ટેમ્બર) ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રીજી મેચ રમાઈ હતી, જોકે, આ મેચમાં વરસાદી વિઘ્ન નડ્યુ અને મેચ અનિર્ણિત રહી હતી. આ કારણે ફેન્સ પણ નિરાજ જોવા મળ્યા હતા. અમે અહીં તમને બતાવી રહ્યાં છીએ કે, નિરાશ થવાની જરૂર નથી કેમકે એકવાર ફરીથી એશિયા કપમાં ભારત અને પાકિસ્તાની ટક્કર થઇ શકે છે, જો બધુ બરાબર રહેશે તો 10 સપ્ટેમ્બરે ફરી મહામુકાબલો જોવા મળી શકે છે. જાણો કઇ રીતે....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએશિયા કપમાં બુધવારે (2 સપ્ટેમ્બર) ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાઈ હતી, જેમાં વરસાદે રમતમાં વિક્ષેપ પાડ્યો હતો અને ચાહકોને નિરાશ કર્યા હતા.
પરંતુ ચાહકોએ નિરાશ થવાની જરૂર નથી કારણ કે 10 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાનની ટીમો ફરી એકવાર સામસામે ટકરાઇ શકે છે.
2 સપ્ટેમ્બરે રમાયેલી ભારત-પાકિસ્તાન મેચ રદ થતાં જ પાકિસ્તાન સુપર-4 માટે ક્વૉલિફાય થઈ ગયું છે. વળી, સુપર-4 માટે ક્વૉલિફાય કરવા માટે ભારતે ટૂર્નામેન્ટમાં તેની આગામી મેચ જીતવી પડશે, જે 4 સપ્ટેમ્બરે નેપાળ સામે રમાશે.
નેપાળ સામે જીત નોંધાવીને ટીમ ઈન્ડિયા સુપર-4માં પણ પહોંચી જશે. ગ્રુપ-Aમાં ભારત અને પાકિસ્તાનની ટીમો હાજર છે. ક્વૉલિફાય થયા બાદ બંને ટીમો અનુક્રમે A-2 અને A-1માં પહોંચશે.
ટીમ ઈન્ડિયા ગ્રુપમાં ટોપ પર રહીને પણ A-2 પર રહેશે. સુપર-4 તબક્કામાં 10 સપ્ટેમ્બરે A-1 અને A-2 વચ્ચે ટક્કર જોવા મળશે, જેમાં પાકિસ્તાન એક ટીમ તરીકે પહોંચી ગયું છે. હવે ટીમ ઈન્ડિયા નેપાળને હરાવશે કે તરત જ 10 સપ્ટેમ્બરે બીજી ભારત-પાક મેચનો નિર્ણય થશે.
જોકે આ પછી ફાઈનલમાં પણ ભારત વચ્ચે બીજી ટક્કર થઈ શકે છે, પરંતુ ફાઈનલ વિશે હજુ કંઈ કહી શકાય તેમ નથી, પરંતુ સુપર-4માં ફરી એકવાર બંનેની ટક્કર થશે તે લગભગ નક્કી છે.