Asia Cup 2023: 10 સપ્ટેમ્બરે ફરી થશે ભારત-પાકિસ્તાન મુકાબલો, જાણો શું છે ગણિત
એશિયા કપમાં બુધવારે (2 સપ્ટેમ્બર) ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાઈ હતી, જેમાં વરસાદે રમતમાં વિક્ષેપ પાડ્યો હતો અને ચાહકોને નિરાશ કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ ચાહકોએ નિરાશ થવાની જરૂર નથી કારણ કે 10 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી એકવાર સામસામે આવી શકે છે.
2 સપ્ટેમ્બરે રમાયેલી ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થતાં જ પાકિસ્તાન સુપર-4 માટે ક્વોલિફાય થઈ ગયું છે. સુપર-4 માટે ક્વોલિફાય કરવા માટે ભારતે ટૂર્નામેન્ટમાં તેની આગામી મેચ જીતવી પડશે, જે 4 સપ્ટેમ્બરે નેપાળ સામે રમાશે.
નેપાળ સામે જીત નોંધાવીને ટીમ ઈન્ડિયા સુપર-4માં પણ પહોંચી જશે. ગ્રુપ-Aમાં ભારત અને પાકિસ્તાનની ટીમો છે. ક્વોલિફાય થયા બાદ બંને ટીમો અનુક્રમે A-2 અને A-1માં પહોંચશે.
ટીમ ઈન્ડિયા ગ્રુપમાં ટોપ પર રહીને પણ A-2 પર રહેશે. સુપર-4 તબક્કામાં 10 સપ્ટેમ્બરે A-1 અને A-2 વચ્ચે ટક્કર જોવા મળશે, જેમાં પાકિસ્તાન એક ટીમ તરીકે પહોંચી ગયું છે. હવે ટીમ ઈન્ડિયા નેપાળને હરાવશે કે તરત જ 10 સપ્ટેમ્બરે બીજી ભારત-પાક મેચનો નિર્ણય થશે.
જો કે આ પછી ફાઈનલમાં પણ ભારત વચ્ચે બીજી ટક્કર થઈ શકે છે, પરંતુ ફાઈનલ વિશે હજુ કંઈ કહી શકાય તેમ નથી, પરંતુ સુપર-4માં ફરી એકવાર બંનેની ટક્કર થશે તે લગભગ નિશ્ચિત છે.