Photos: ભારતે પાકિસ્તાનના આ ત્રણ ખેલાડીઓથી રહેવું પડશે સાવધ, નહીં તો હાથમાંથી છીનવી જશે આખી મેચ
Asia Cup 2023: આવતીકાલથી એશિયન ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ એશિયા કપ 2023ની શરૂઆત થઇ રહી છે. આ ટૂર્નામેન્ટમાં તમામની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમે એશિયા કપ 2023 માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. તેની પ્રથમ મેચ નેપાળ સાથે છે. પરંતુ ખાસ વાત છે કે, ભારતે પાકિસ્તાનથી સાવચેત રહેવું પડશે, નહીં તો મેચ હારવાનો વારો આવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએશિયા કપ 2023ની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે. પાકિસ્તાને તાજેતરમાં જ અફઘાનિસ્તાનને વનડે સીરીઝમાં હરાવ્યું છે. બીજીબાજુ નેપાળે ACC મેન્સ પ્રીમિયર કપ જીત્યો હતો. પરંતુ નેપાળ માટે પાકિસ્તાન સાથે ટક્કર લેવી આસાન નહીં હોય. પાકિસ્તાનની બીજી મેચ ભારત સાથે છે. પાકિસ્તાનના 3 ખેલાડી ભારત માટે સૌથી મોટો ખતરો સાબિત થઈ શકે છે. કેપ્ટન બાબર આઝમ, ઈમામ-ઉલ-હક અને શાહીન આફ્રિદી ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
ઈમામે પાકિસ્તાન માટે કેટલીય વાર શાનદાર પ્રદર્શન કર્યું છે. તેને અત્યાર સુધી રમાયેલી 62 વનડેમાં 2884 રન બનાવ્યા છે. તેને 9 સદી અને 18 અડધી સદી ફટકારી છે. ઈમામે હાલમાં જ અફઘાનિસ્તાન સામેની મેચમાં 91 રનની ઈનિંગ રમી હતી. તેને સતત બે અડધી સદી ફટકારી હતી. ઈમામ ભારત સામે જોરદાર પ્રદર્શન આપી શકે છે.
એશિયા કપમાં વિરોધી ટીમો માટે સૌથી મોટો ખતરો પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ છે. તે વિસ્ફોટક બેટિંગમાં માહેર છે. બાબરે 103 વનડેમાં 5202 રન બનાવ્યા છે. બાબરે આ સમયગાળા દરમિયાન 18 સદી અને 28 અડધી સદી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કૉર 158 રન રહ્યો છે.
અનુભવી ફાસ્ટ બૉલર શાહીન આફ્રિદી પાકિસ્તાનની મોટી તાકાત છે. તેને 39 વનડેમાં 76 વિકેટો લીધી છે. શાહીનની ઝડપથી આગળ રહેવું કોઈપણ બેટ્સમેન માટે આસાન નહીં હોય. તેને બે વખત પાંચ-પાંચ વિકેટો ઝડપી છે.
શાહીન ફોર્મમાં ચાલી રહી છે. તેને તાજેતરમાં અફઘાનિસ્તાન સામેની વનડે સીરીઝમાં સારી બૉલિંગ કરી હતી. શાહીને પ્રથમ મેચમાં 9 રન આપીને 2 વિકેટ લીધી હતી. બીજી મેચમાં 58 રનમાં 2 વિકેટ લીધી હતી. આ સાથે જ ત્રીજી મેચમાં પણ બે વિકેટ ઝડપી હતી.