AUS vs PAK: ડેવિડ વોર્નરે તોડ્યો બ્રાયન લારાનો રેકોર્ડ, પાકિસ્તાન સામે ફટકારી આટલી સદી
વોર્નરે 164 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસના અંતે 5 વિકેટના નુકસાન પર 346 રન બનાવ્યા હતા. આ દરમિયાન વોર્નરે અનેક રેકોર્ડ બનાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવોર્નરની આ ટેસ્ટ કરિયરની 26મી સદી હતી. તેણે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે પાકિસ્તાનના ઈન્ઝમામ ઉલ હકને પાછળ રાખી દીધો હતો અને ગેરી સોબર્સની બરાબરી કરી લીધી છે.
આ ઉપરાંત પાકિસ્તાન સામે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં મળી 10મી સદી ફટકારી હતી. જેની સાથે તેણે બ્રાયન લારાને પાછળ રાખ્યો હતો. લારાએ 70 ઈનિંગમાં 9 સદી ફટકારી હતી. જ્યારે વોર્નરે માત્ર 47 ઈનિંગમાં 10મી સદી ફટકારી હતી.
વર્તમાન ખેલાડીઓની વાત કરીએ સૌથી વધારે ઈન્ટરનેશનલ સદી મામલે વોર્નર બીજા ક્રમે છે. વોર્નરની આ 49મી આંતરરાષ્ટ્રીય સદી હતી
વિરાટ કોહલી 80 આંતરરાષ્ટ્રીય સદી મારી ચુક્યો છે. ત્રીજા ક્રમે રૂટ છે જેણે 46 સદી ફટકારી છે. રોહિત શર્માએ 45, સ્ટીવ સ્મિથે 44 અને કેન વિલિયમસને 42 સદી મારી છે.
તમામ તસવીર સૌજન્યઃ સોશિયલ મીડિયા