WC 2023: વર્લ્ડકપ 2019 પછી અત્યાર સુધી બાબરે ફટકારી છે સૌથી વધુ વન-ડે સદી, જુઓ ટોપ-5 ખેલાડીઓ
World Cup 2023: વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. ગત વર્લ્ડ કપ બાદ કયા ખેલાડીઓએ ODI મેચોમાં સૌથી વધુ સદી ફટકારી છે તેની જાણકારી મેળવીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્લ્ડ કપ 2019 બાદ સૌથી વધુ વન-ડે સદી ફટકારનારાઓમાં સૌથી પહેલું નામ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમનું છે. બાબરે છેલ્લા 4 વર્ષમાં 36 વન-ડે મેચમાં 9 સદી ફટકારી છે
વેસ્ટ ઈન્ડિઝના શાઈ હોપે પણ છેલ્લા 4 વર્ષમાં 9 સદી ફટકારી છે. આવી સ્થિતિમાં તે બાબર આઝમની સાથે આ લિસ્ટમાં પણ ટોપ પર છે.
પાકિસ્તાની બેટ્સમેન ફખર ઝમાન આ યાદીમાં ત્રીજા સ્થાને છે. તેણે વર્લ્ડ કપ 2019 થી અત્યાર સુધી 34 વન-ડે મેચમાં 6 સદી ફટકારી છે.વિરાટ કોહલી પણ અહીં ફખર ઝમાનની બરાબરી પર છે. વિરાટે છેલ્લા ચાર વર્ષમાં 45 વન-ડે મેચ રમી છે અને 6 સદી ફટકારી છે.
વિરાટ કોહલી પણ અહીં ફખર ઝમાનની બરાબરી પર છે. વિરાટે છેલ્લા ચાર વર્ષમાં 45 વન-ડે મેચ રમી છે અને 6 સદી ફટકારી છે.
યુવા ભારતીય સ્ટાર શુભમન ગિલ પણ અહીં પાછળ નથી. તેણે છેલ્લા ચાર વર્ષમાં 33 વન-ડે મેચ રમીને 6 સદી પણ ફટકારી છે.