In Pics: પાકિસ્તાન પહોંચ્યા BCCI અધ્યક્ષ રોજર બિન્ની અને રાજીવ શુક્લા, પીસીબીના અધિકારીઓએ કર્યું સ્વાગત

Roger Binny & Rajeev Shukla: બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્ની સોમવારે પાકિસ્તાન પહોંચ્યા હતા. રાજીવ શુક્લા પણ રોજર બિન્ની સાથે હતા. દરમિયાન પીસીબીના અધિકારીઓએ બંનેનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

ફોટોઃ ટ્વિટર

1/6
Roger Binny & Rajeev Shukla: બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્ની સોમવારે પાકિસ્તાન પહોંચ્યા હતા. રાજીવ શુક્લા પણ રોજર બિન્ની સાથે હતા. દરમિયાન પીસીબીના અધિકારીઓએ બંનેનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
2/6
બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્ની અને રાજીવ શુક્લા પાકિસ્તાન પહોંચી ગયા છે. આ રીતે લગભગ 17 વર્ષ પછી BCCI સાથે સંબંધિત કોઈ અધિકારીએ પાકિસ્તાનની મુલાકાત લીધી.
3/6
રોજર બિન્ની અને રાજીવ શુક્લા અટારી-વાઘા પાર કરીને લાહોર પહોંચ્યા હતા. પીસીબીએ એશિયા કપ જોવાનું આમંત્રણ આપ્યું હતું. જે બાદ BCCIના અધિકારીઓ પાકિસ્તાન પહોંચ્યા હતા.
4/6
સાથે જ રાજીવ શુક્લાએ કહ્યું હતું કે અમારા પાકિસ્તાન પ્રવાસને રાજકારણ સાથે જોડવું જોઇએ નહીં. આગામી દિવસોમાં ભારત-પાકિસ્તાનના સંબંધો સુધરશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.
5/6
બીસીસીઆઈના અધિકારીઓના આવવાથી ખુશ પીસીબીના અધ્યક્ષ ઝકા અશરફે આશા વ્યક્ત કરી કે ભારતીય બોર્ડ દ્વારા આમંત્રણ સ્વીકાર્યા બાદ બંને ક્રિકેટ બોર્ડ વચ્ચેના સંબંધો સુધરશે.
6/6
છેલ્લી વખત ભારતીય ટીમે 2008માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ત્યારથી ભારતીય ટીમ પાકિસ્તાન ગઈ નથી. (તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે)
Sponsored Links by Taboola