IPL 2022 પહેલા મોટા સમાચાર, ફેન્સને સ્ટેડિયમમાં મળશે એન્ટ્રી, જાણો ક્યાંથી મળશે ટિકિટ, શું છે કિંમત?
મુંબઈમાં શનિવારથી શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2022)માં આ વર્ષે દર્શકો સ્ટેડિયમમાં બેસીને મેચની મજા માણી શકશે. આયોજકોએ બુધવારે જણાવ્યું હતું કે સ્ટેડિયમની કુલ ક્ષમતાના 25 ટકા દર્શકોને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. IPL 2022 ની પ્રથમ મેચમાં શનિવારે વાનખેડે સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મેચ એક મહત્વપૂર્ણ અવસર હશે કારણ કે IPL રોગચાળાને કારણે સંક્ષિપ્ત વિરામ બાદ સ્ટેડિયમમાં પાછા પ્રશંસકોનું સ્વાગત કરશે, IPL પ્રેસ રિલીઝમાં જણાવાયું છે. IPL 2022 ની મેચો મુંબઈ, નવી મુંબઈ અને પૂણેના સ્ટેડિયમમાં રમાશે, જેમાં કોવિડ-19 પ્રોટોકોલ મુજબ સ્ટેડિયમની ક્ષમતાના 25 ટકા લોકો સ્ટેડિયમમાં બેસીને મેચ જોઈ શકશે.
IPLમાં બે નવી ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સનો ઉમેરો થતાં આ સિઝનમાં કુલ 74 મેચ રમાશે. લીગ સ્ટેજ માટે ટિકિટોનું વેચાણ શરૂ થઈ ગયું છે. IPL ટિકિટ લીગની સત્તાવાર વેબસાઇટ અને બુક માય શો પરથી ખરીદી શકાય છે.
IPL 2022ની ટિકિટની કિંમત 800 રૂપિયાથી શરૂ થઈ રહી છે, જ્યારે સૌથી મોંઘી ટિકિટ 8 હજાર રૂપિયા છે. ડીવાય પાટિલ સ્ટેડિયમમાં સૌથી સસ્તી ટિકિટ ઉપલબ્ધ છે. ત્યાં ટિકિટની કિંમત 800 થી 2500 રૂપિયા છે.
વાનખેડેમાં ટિકિટની કિંમત 2500 થી 4000 રૂપિયા છે. CCIમાં IPL ટિકિટની કિંમત 2500 થી 3000 છે. તે જ સમયે, પૂણેના એમસીએ સ્ટેડિયમમાં ટિકિટ 1000 થી 8000 રૂપિયા સુધી ઉપલબ્ધ છે.