Bishan Singh Bedi Death: સરદાર ઓફ સ્પિન તરીકે ઓળખતા હતા બિશન સિંહ બેદી, જાણો તેમના 5 મોટા રેકોર્ડ
તે બીએસ ચંદ્રશેખર, એરાપલ્લી પ્રસન્ના અને શ્રીનિવાસ વેંકટરાઘવન સાથે પ્રખ્યાત ભારતીય સ્પિન ચોકડીનો ભાગ હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેદીએ 1966માં કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે તત્કાલીન શક્તિશાળી વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તે ઉત્તરી પંજાબ અને દિલ્હી માટે સ્થાનિક ક્રિકેટ રમ્યા હતા.
ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં બિશન સિંહ બેદી એકમાત્ર એવા બોલર છે જેમણે પોતાની આખી ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 1560 વિકેટ લીધી હતી. તે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર હતા.
બિશન સિંહ બેદી ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 266 વિકેટ લેનાર પ્રથમ ડાબોડી સ્પિનર બન્યા. તેણે 67 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.
60 ઓવરના ODI ફોર્મેટમાં સૌથી વધુ ઈકોનોમિક બોલિંગ કરવાનો વર્લ્ડ રેકોર્ડ બિશન સિંહ બેદીના નામે છે. બેદીએ 1975માં પૂર્વ આફ્રિકા સામે 12 ઓવરના સ્પેલમાં માત્ર 6 રન આપ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેણે 8 મેડન ઓવર ફેંકી અને એક વિકેટ પણ લીધી.
વર્ષ 1977માં બિશન સિંહ બેદીએ પોતાની સ્પિન બોલિંગથી ઓસ્ટ્રેલિયાને હરાવીને 31 વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. કાંગારૂ ટીમ સામેની આ ટેસ્ટ શ્રેણીમાં તેની બોલિંગ એવરેજ 23.87 રહી હતી.
પ્રથમ વનડે મેચમાં ભારતીય ક્રિકેટ ટીમની જીતના હીરો બિશન સિંહ બેદી રહ્યા હતા. 1975ના વર્લ્ડ કપમાં, બેદીએ પૂર્વ આફ્રિકા સામે તેના 12 ઓવરના સ્પેલમાં કુલ 8 મેડન્સ ફેંકી હતી.
સચિને તેંડુલકર સાથે બિશન સિંહ બેદી.