PICS: જીન્સ-શર્ટમાં જોવા મળી આથિયા શેટ્ટી, પતિ કેએલ રાહુલ સાથે આપ્યા રોમેન્ટિક પોઝ
KL Rahul Athiya Shetty Pics: બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટીએ તાજેતરમાં જ ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ આ કપલ પહેલીવાર બ્રાંદ્રાની એક રેસ્ટોરન્ટમાં જોવા મળ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલગ્ન પછી આથિયા શેટ્ટી ખૂબ જ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી, તેની સાથે કેએલ રાહુલ પણ સામાન્ય ટી-શર્ટ અને ડેનિમમાં જોવા મળ્યો હતો.
આથિયા અને કેએલ રાહુલ બ્રાંદ્રામાં એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે પહોંચ્યા હતા, જ્યાં કપલે પાપારાઝીને પોઝ આપ્યા હતા.
લગ્ન પછી આથિયાએ પ્રિન્ટેડ બ્લુ શાર્ડ અને બેંગિંગ ડેનિમ જીન્સ પસંદ કર્યું હતુ. અભિનેત્રી હળવા મેકઅપમાં જોવા મળી હતી.
આથિયા પતિ કેએલ રાહુલ સાથે જાહેરમાં રોમેન્ટિક અંદાજમાં જોવા મળી હતી.
બંને એકબીજાનો હાથ પકડીને ચાલતા જોવા મળ્યા હતા.બંનેના ચહેરા પર માત્ર લગ્નની ખુશી સ્પષ્ટ દેખાતી હતી.
કપલના હનીમૂન ડેસ્ટિનેશનને લઈને ઘણા પ્રકારના સમાચાર પણ સામે આવ્યા છે, જોકે આથિયાએ હજુ સુધી તેના હનીમૂન વિશે કોઈ અપડેટ આપ્યું નથી.
અહેવાલ છે કે લગ્ન પછી આથિયા અને રાહુલ બાંદ્રાના ફ્લેટમાં શિફ્ટ થવાના છે.