Slowest Innings: ટેસ્ટ, વનડે અને ટી20માં આ ખેલાડીઓએ રમી છે સૌથી ધીમી ઇનિંગો, લિસ્ટમાં બે ભારતીય દિગ્ગજો.....
Slowest Innings In Test, ODI And T20I: આજે અમે તમને ક્રિકેટને લગાતા કેટલાક ખાસ કિસ્સાઓ જણાવી રહ્યાં છીએ, અહીં અમે તમને જણાવીશું કે ક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધીના ત્રણેય ફોર્મેટમાં સૌથી ધીમી ઇનિંગ રમવાનો રેકોર્ડ કયા ખેલાડીઓએ બનાવ્યો છે, આ લિસ્ટમાં ભારતીય દિગ્ગજોના નામ પણ સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્રિકેટની રમત દિવસેને દિવસે વધુ આક્રમક બની રહી છે. આ રમતમાં એટલો બધો બદલાવ આવ્યો છે કે ટેસ્ટ ક્રિકેટ જે હળવાશથી અને ધીમે ધીમે રમવામાં આવતી હતી, તે પણ વિસ્ફોટક રીતે રમવાનું શરૂ થયું છે. ઈંગ્લેન્ડની ટીમ ટેસ્ટ ક્રિકેટના ઝડપી સ્વરૂપને 'બેઝબૉલ' કહે છે.
પરંતુ આજે પણ ચેતેશ્વર પુજારા જેવા કેટલાક ખેલાડીઓ છે, જે ફક્ત ક્રિઝ પર ઉભા રહીને લાંબી ઇનિંગ્સ રમવા માટે જાણીતા છે.
આ બધાની વચ્ચે અમે તમને એવા ત્રણ ખેલાડીઓ વિશે જણાવીશું, જેમના નામે ત્રણેય ફોર્મેટમાં બોલની બાબતમાં સૌથી ધીમી ઇનિંગ રમવાનો રેકોર્ડ છે. ત્રણ ખેલાડીઓની આ યાદીમાં બે ભારતીય ખેલાડીઓ પણ સામેલ છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ધીમી ઈનિંગ્સ રમવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના જ્યોફ એલોટના નામે છે, જેણે 77 બોલ રમ્યા હતા અને ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા હતા.
ત્યારબાદ ODIમાં સૌથી ધીમી ઇનિંગ રમવાનો રેકોર્ડ પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરના નામે છે, જેમણે 1975માં ઇંગ્લેન્ડ સામે 174 બોલમાં 36 રન બનાવ્યા હતા. ગાવસ્કરે 335 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે આ ઇનિંગ રમી હતી. આ મેચમાં ભારતને 202 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ સિવાય ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી ધીમી ઈનિંગ રમવાનો રેકોર્ડ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. ધોનીએ 2008માં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચમાં 27 બોલમાં માત્ર 9 રન બનાવ્યા હતા.