In Pics: વિલ જેક્સે તોડ્યો 'યુનિવર્સ બોસ'નો 11 વર્ષ જૂનો રેકોર્ડ, તસવીરોમાં RCB બેટ્સમેનનો આતંક
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન વિલ જેક્સે ગુજરાત ટાઇટન્સ સામે 41 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ બેટ્સમેને પોતાની ઇનિંગમાં 5 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. તેમજ વિલ જેક્સે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખરેખર, વિલ જેક્સે ક્રિસ ગેલનો 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. વિલ જેક્સ 31 બોલમાં 50 રન સુધી પહોંચી ગયો હતો, પરંતુ તે પછી તેણે માત્ર 10 બોલમાં સદીનો આંકડો પાર કરી લીધો હતો. એટલે કે પચાસ રન પછી વિલ જેક્સે આગળના 50 રન માત્ર 10 બોલમાં બનાવ્યા. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
આ પહેલા આ રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો. ક્રિસ ગેલે આઈપીએલ 2013માં આ સિદ્ધિ મેળવી હતી, પરંતુ હવે વિલ જેક્સે યુનિવર્સ બોસને પાછળ છોડી દીધો છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
જ્યારે વિરાટ કોહલીએ 14 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. પૂર્વ ભારતીય કેપ્ટને IPL 2016માં પોતાની અડધી સદી પૂરી કર્યા બાદ આગામી 10 બોલમાં સદીના આંકને સ્પર્શ કર્યો હતો. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
તમને જણાવી દઈએ કે ગુજરાત ટાઇટન્સ વિરૂદ્ધ વિલ જેક્સની તોફાની સદીના કારણે RCBએ 201 રનનો ટાર્ગેટ માત્ર 16 ઓવરમાં મેળવી લીધો હતો. તેમજ આ જીત સાથે ફાફ ડુ પ્લેસિસની ટીમે પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)