Photos: આ છે ટેસ્ટમાં ભારતના પાંચ સૌથી સફળ કેપ્ટન, જાણો રોહિતથી કેટલા આગળ છે કોહલી અને ધોની...
India Most Successful Captains: ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી કુલ 36 ખેલાડીઓએ ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે. જાણો કોણ છે ભારતનો સૌથી સફળ કેપ્ટન?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતે વર્ષ 1932માં પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. અત્યાર સુધીના ઈતિહાસમાં કુલ 36 ખેલાડીઓએ ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે.
અત્યાર સુધી ભારતના સૌથી સફળ કેપ્ટન વિરાટ કોહલી છે. 68 મેચોમાં કેપ્ટનશિપ કરતી વખતે તેણે ટીમ ઈન્ડિયાને 40 જીત અપાવી હતી. ટેસ્ટ કેપ્ટન તરીકે તેની જીતની ટકાવારી 58.82 હતી.
ભારતના બીજા સૌથી સફળ કેપ્ટન એમએસ ધોની છે. તેની કેપ્ટનશીપમાં તેણે ટીમ ઈન્ડિયાને 60 મેચોમાં 27 જીત અપાવી હતી.
સૌરવ ગાંગુલીએ 2000-2005 દરમિયાન ભારતીય ટેસ્ટ ટીમનું સુકાન સંભાળ્યું હતું. આ સમયગાળા દરમિયાન તેણે ટીમ ઈન્ડિયાને 49 મેચમાંથી 21 વખત જીત અપાવી હતી.
મોહમ્મદ અઝહરુદ્દીન એવા પ્રથમ સુકાની હતા જેમણે પોતાની કેપ્ટનશીપમાં ભારતને ટેસ્ટમાં 10 થી વધુ જીત અપાવી હતી. તેણે પોતાની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાને 14 જીત અપાવી હતી.
ટીમ ઈન્ડિયાના વર્તમાન ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માએ અત્યાર સુધી 24 મેચોમાં ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળ્યું છે, જેમાંથી ભારતે 12 મેચ જીતી છે.