Photos: ટીમ ઇન્ડિયાને એશિયા કપની ફાઇનલમાં આ 3 વાતોનું રહેશે ટેન્શન, જાણો
India Vs Bangladesh: એશિયા કપ 2023ની સુપર 4 મેચમાં ભારતને બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાની બેટિંગ ખરાબ રીતે ફ્લૉપ રહી હતી. અહીં આ હારથી ત્રણ વાતો પર ખુબ ધ્યાન ગયુ છે, જે ભારતીય ટીમને એશિયા કપની ફાઇનલ મેચમાં શ્રીલંકા સામે પણ નડી શકે છે. ભારતીય ટીમે ચેમ્પીયન બનવું હશે તો આ ત્રણ વાતો પર મહેનત કરવી જરૂરી બનશે, જાણો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાંગ્લાદેશે ભારતને 6 રનથી હરાવ્યું હતું. એશિયા કપ 2023ની છેલ્લી સુપર 4 મેચમાં ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન ફ્લૉપ રહ્યું હતું. આ પહેલા પણ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ફ્લૉપ થઈ ચૂક્યા છે. પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં પણ ટોપ ઓર્ડર ફ્લૉપ રહ્યો હતો. એશિયા કપની ફાઇનલ અને વર્લ્ડકપ 2023 પહેલા ટીમ ઈન્ડિયા માટે આ ચિંતાજનક સ્થિતિ છે.
બાંગ્લાદેશ સામે ભારતની હારનું પહેલું અને સૌથી મોટું કારણ તેની બેટિંગ લાઇનઅપ હતી. કેપ્ટન રોહિત શર્મા શૂન્ય પર આઉટ થયો હતો. તિલક વર્મા માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો. કેએલ રાહુલ 19 રન અને ઈશાન કિશન 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.
ટીમ ઈન્ડિયાની હારનું બીજું કારણ ઓલરાઉન્ડર ખેલાડીઓનું ખરાબ પ્રદર્શન હતું. લૉઅર મિડલ ઓર્ડરમાં રવિન્દ્ર જાડેજા બેટિંગ કરવા આવ્યો હતો. તે માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. બૉલિંગ દરમિયાન પણ તેણે માત્ર એક જ વિકેટ લીધી હતી.
ટીમ ઈન્ડિયાની હારનું ત્રીજું કારણ શાકિબ અલ હસન અને હૃદય બન્યા. શાકિબે 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 80 રન બનાવ્યા હતા. હૃદયે 54 રનની ઇનિંગ રમી હતી. નસુમ અહેમદે 44 રન બનાવ્યા હતા. ભારતીય બૉલરો આ ખેલાડીઓને ઝડપથી આઉટ કરી શક્યા ન હતા.
તેની બેટિંગ લાઇનઅપ વર્લ્ડકપ 2023માં ભારત માટે સૌથી મોટી સમસ્યા બની શકે છે. ટીમ ઈન્ડિયાના બેટ્સમેન સાતત્યપૂર્ણ નથી. પાકિસ્તાન અને શ્રીલંકા સામે પણ ભારતીય બેટિંગ ખુલ્લી પડી હતી. હવે આગામી એશિયા કપ ફાઇનલમાં પણ ભારતની સ્થિતિ આ કારણે બગડી શકે છે.