Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Photos: 8મી વાર ટી20 વર્લ્ડકપમાં આમને સામને ટકરાશે, ક્યારે ને ક્યાંથી ફ્રીમાં જોઇ શકાશે લાઇવ મેચ, જાણો ડિટેલ્સ
IND vs PAK: આગામી મહિનાથી ક્રિકેટનો મહાકુંભ T20 વર્લ્ડકપ 2024 શરૂ થઇ રહ્યો છે. આગામી 2 જૂનથી આ ટૂર્નામેન્ટની શરૂઆત થશે. આ ટૂર્નામેન્ટ યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાશે. ભારત અને પાકિસ્તાનને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે. જાણો T20 વર્લ્ડકપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કયા સમયે મેચ શરૂ થશે. T20 વર્લ્ડકપમાં અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન સાત વખત સામસામે આવી ચૂક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppT20 વર્લ્ડકપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે.
ભારત-પાકિસ્તાન મેચ અમેરિકન સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. બંને કટ્ટર હરીફ વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર સવારે 10 વાગ્યે શરૂ થશે. ભારતીય લોકો ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર વર્લ્ડકપની મેચ લાઈવ જોઈ શકશે. જ્યારે મોબાઈલ અને ટેબલેટ યૂઝર્સ ડિઝની હૉટસ્ટાર એપ પર લાઈવ સ્ટ્રીમનો આનંદ માણી શકશે.
BCCIએ 30 એપ્રિલે વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. રોહિત શર્મા ટીમના કેપ્ટન રહેશે અને હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટનશિપ આપવામાં આવી છે.
પીસીબીએ 24 મેના રોજ આગામી વર્લ્ડકપ માટે તેની ટીમની જાહેરાત કરી હતી. બાબર આઝમ સુકાની કરશે અને હેરિસ રઉફ ઈજાના કારણે ટીમમાં વાપસી કરશે.
T20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન અત્યાર સુધી 7 વખત આમને-સામને આવી ચૂક્યા છે. ભારતીય ટીમ 5 વખત જીતી છે, એક વખત પાકિસ્તાન જીત્યું હતું અને તેની એક મેચ ટાઈ રહી હતી.
ભારત વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. પાકિસ્તાનની ટીમનો પ્રથમ મુકાબલો 6 જૂને યુએસએ સામે થશે.