Photos: બાંગ્લાદેશના સૌથી પૈસાદાર ક્રિકેટરોના લિસ્ટમાં ટૉપ પર છે શાકિબ, જાણો કેટલી છે સંપતિ
Shakib Al Hasan: આઇસીસી વર્લ્ડકપ 2023માં બાંગ્લાદેશની ટીમ આગામી દિવસોમાં ભારતીય ટીમ સામે ટકરાશે, બન્ને વચ્ચે ગુરુવારે મુકાબલો થશે. બાંગ્લાદેશી ક્રિકેટર શાકિબ અલ હસનની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરો થાય છે. તે બાંગ્લાદેશનો સૌથી મોટો સ્ટાર્સ અને ધનિક ક્રિકેટર પણ છે. આજે અમે તમને શાકિબની સંપતિ અને નેટવર્થ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે બાંગ્લાદેશના ક્રિકેટરોમાં આ મામલે ટૉપ પર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાકિબ અલ હસનના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 14000 થી વધુ રન અને 650 થી વધુ વિકેટ છે. તે બાંગ્લાદેશ માટે અત્યાર સુધીનો સૌથી મોટો ખેલાડી બન્યો છે એટલું જ નહીં, તેણે વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં પણ પોતાનો સમાવેશ કર્યો છે.
ક્રિકેટમાં જોરદાર પ્રદર્શને શાકિબને બાંગ્લાદેશનો સૌથી અમીર ખેલાડી પણ બનાવ્યો છે. તેની સંપત્તિ બાંગ્લાદેશના ક્રિકેટરોમાં અત્યાર સુધી સૌથી વધુ છે.
શાકિબ અલ હસનની કુલ સંપત્તિ $45 મિલિયન ડૉલર (375 કરોડ) હોવાનો અંદાજ છે. તે બાંગ્લાદેશ ક્રિકેટ બૉર્ડની કૉન્ટ્રાક્ટ લિસ્ટની 'એ પ્લસ' કેટેગરીમાં આવે છે. તેનો વાર્ષિક પગાર આશરે 48 લાખ રૂપિયા છે.
વાર્ષિક પગારની સાથે શાકિબને ટેસ્ટ માટે 3 લાખ રૂપિયા, વનડે માટે 2 લાખ રૂપિયા અને T20 મેચ માટે 1 લાખ રૂપિયાની મેચ ફી પણ મળે છે. ટીમના સુકાની હોવાને કારણે તેને વધારાનો પગાર પણ આપવામાં આવે છે.
આ ઉપરાંત શાકિબ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ અને ઈન્ડિયન પ્રીમિયર લીગ જેવી T20 ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાંથી પણ સારી એવી કમાણી કરે છે.
ક્રિકેટ ઉપરાંત શાકિબ જાહેરાતો, હૉસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી અને અન્ય રોકાણો દ્વારા પણ પૈસા કમાય છે.