Photos: વર્લ્ડકપની એક મેચમાં 10 થી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેનો, લિસ્ટમાં ફખર જમાન પણ સામેલ
Cricket Photos: અત્યારે ભારતમાં વર્લ્ડકપ 2023 ચાલી રહ્યો છે, અને હવે સેમિ ફાઇનલ માટે રોચક જંગ જામી છે. આ વર્લ્ડકપમાં કેટલાક બેટ્સમેનો એવા છે જે તોફાન મચાવી રહ્યાં છે. વર્લ્ડકપના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર ચાર જ વિસ્ફોટક બેટ્સમેન એવા છે જેમણે માત્ર એક મેચમાં 10થી વધુ સિક્સર ફટકારી હોય. આમાં પાકિસ્તાની ઓપનર બેટ્સમેન ફખર જમાનનું પણ નામ સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકિસ્તાનના ફખર જમાને વર્લ્ડકપ 2023માં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં 11 સિક્સર ફટકારી હતી. જોકે, તે વિશ્વ કપની મેચમાં 10થી વધુ છગ્ગા મારનાર પ્રથમ ખેલાડી નથી.
ફખર જમાન પહેલા પણ ત્રણ એવા પાવરફુલ બેટ્સમેન છે જેમણે વર્લ્ડકપ જેવી ક્રિકેટની સૌથી મોટી ઈવેન્ટમાં મેચ દરમિયાન 10થી વધુ સિક્સર ફટકારી છે.
ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલે વર્લ્ડકપ 2015ની એક મેચમાં 11 સિક્સર ફટકારી હતી. તેણે આ સિક્સર વેસ્ટ ઈન્ડિઝ સામે ફટકારી હતી.
આ યાદીમાંથી વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર ક્રિસ ગેલનું નામ કેવી રીતે મિસ થઈ શકે? તેણે 2015માં વર્લ્ડકપ મેચમાં 10થી વધુ સિક્સ પણ ફટકારી હતી. ગેઈલે ઝિમ્બાબ્વે વિરૂદ્ધ 16 સિક્સર ફટકારી હતી.
આ યાદીમાં પૂર્વ ઈંગ્લિશ કેપ્ટન ઈયોન મોર્ગન નંબર વન પર છે. મોર્ગને વર્લ્ડકપ 2019માં અફઘાનિસ્તાન સામે તોફાની ઇનિંગ રમતા 17 સિક્સર ફટકારી હતી.