Photos: મેચમાં હાર છતાં મસ્તીના મૂડમાં દેખાઇ ટીમ ઇન્ડિયા, બીચ પર ક્રિકેટરોએ રમી વોલીબૉલ મેચ.....
Hardik Pandya Photos: અત્યારે ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે છે, અને અહીં ટેસ્ટ સીરીઝ બાદ વનડે સીરીઝ રમી રહી છે. ગઇકાલે જ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ હારને ભૂલીને ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ બીચ પર મસ્તી કરવા પહોંચ્યા હતા. અહીં હાર્દિક પંડ્યાથી લઇને તમામ ક્રિકેટરો વોલીબૉલ મેચ રમી રહ્યાં હતા, આની તસવીરો સામે આવી છે....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યાએ હાલમાં જ સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે દરિયા કિનારે વોલીબૉલ રમતો જોવા મળી રહ્યો છે. આ તસવીરોને કારણે ફેન્સે પંડ્યાને ટ્રૉલ કરી રહ્યાં છે. ઈન્સ્ટાગ્રામના કેટલાક યૂઝર્સે પંડ્યાના ફોટો પર ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર કૉમેન્ટ કરી છે.
ખરેખરમાં, વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરીઝની બીજી મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીરીઝની પ્રથમ મેચમાં પણ ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ટીમ ઈન્ડિયાની બેટિંગ ખરાબ રીતે ફ્લૉપ રહી હતી. બંને મેચમાં હાર્દિક કંઈ ખાસ કરી શક્યો નહોતો.
હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર વોલીબૉલ રમતી તસવીરો શેર કરી છે. આ તસવીરો પર કૉમેન્ટ કરતાં એક યૂઝરે લખ્યું કે, ‘પહેલા આ બધુ જ કરી લો, પ્રેક્ટિસ ક્યારે કરશો.’ પંડ્યાની આ પૉસ્ટ પર આવી જ કેટલીયે કૉમેન્ટ્સ જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે, બીજી વનડેમાં ટીમ ઈન્ડિયા 181 રનના સ્કૉર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન ઈશાન કિશને અડધી સદી ફટકારી હતી. ઈશાન ઉપરાંત કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો નહોતો. શુભમન ગીલે 34 રનની ઇનિંગ રમી હતી. સૂર્યકુમાર યાદવે 24 રન બનાવ્યા હતા.
ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે 36.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યને હાંસલ કરી લીધું હતું. કાર્ટિએ ટીમ માટે સારું પ્રદર્શન કર્યું. તેને 65 બૉલમાં અણનમ 48 રન બનાવ્યા હતા.